ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યું, વિક્લી એક્સપાયરી અને યુએસ ફેડ પોલીસીની અસર
નવી દિલ્હીઃ દેશના બજેટ પહેલા ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેંસેક્સ 180.88 પોઈન્ટ એટલે કે 0.25 ટકાના ઘટાડા સાથે 70,952.49ના સ્તર પર ખુલ્યું હતું. જ્યારે નિફ્ટી 41.35 પોઈન્ટ એટલે કે 0.19 ટકા ઘટાડા સાથે 21480ના સ્તર પર ખુલ્યું હતું. મિશ્રિત ગ્લોબલ સંકેત સાથે બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. વિક્લી એક્સપાયરી અને યુએસ ફેડ પોલીસીની અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી હતી. બજારમાં બેંકિંગ સેક્ટરમાં વેચાણને પગલે દબાણ વધ્યું હતું. જો કે, પ્રારંભીક નબળાઈ બાદ બજારમાં રિકવરી જોવા મળી હતી. મંગળવારે સેંસેક્સ 801 પોઈન્ટના કડાકા સાથે 71139 પોઈન્ટ સાથે બંધ રહ્યો હતો.
શોર્ટ ટર્મમાં નિફ્ટી 50માં આજના ડેલી ચાર્ટમાં ડાર્ક ક્લાઉડ કવર પેટન બનાવાઈ છે. આ ઉલટફેર થવાના સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર બુલિટ સેંટિમેન્ટથી મંદીની તરફ આ અચાનક બદલાવ છે. હાલના અપટ્રેંડમાં મંદી જોવા મળવાની શકયતા છે. મંગળવારે 30 જાન્યુઆરીએ નિફ્ટી, 20 ડીએમએમાં લગભગ 1 ટકાના ઘટાડા સાથે 21520 ઉપર બંધ રહ્યો હતો. 20 ડીએમએ આગામી મહત્વપૂર્ણ સપોર્ટના રુપમાં 21200ના સ્તર છે. ઈન્ડિયા વીઆઈએસએ એક મહત્વપૂર્ણ ઉછાળો દેખ્યો છે અને 16ના સ્તરને પાર કર્યો છે.