સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ટ્રેડીંગ
નવી દિલ્હીઃ ભારતીય શેર બજાર સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે બંધ રહ્યું હતું. બજાર આજે ઐતિહાસિક આંકડાને ટચ કરવાથી થોડુ દૂર રહ્યું હતું. આજે કારોબાર બંધ થયો ત્યારે બીએસઈમાં 71 પોઈન્ટનો સામાન્ય વધારા સાથે 73879 અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 20 પોઈન્ટના વધારા સાથે 22,400 પોઈન્ટ સાથે બંધ રહ્યું હતું.
આજે ટ્રેડમાં બેંકિંગ, સરકારી બેંકો, ફર્મા, એનર્જી, ઈન્ફ્રા, કમોડિટીઝ અને ઓપલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોકમાં તેજી સાથે બંધ રહ્યાં હતા. જ્યારે કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, આઈટી અને ઓટો સ્ટોક્સમાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું. મિડકેપ સ્ટોકમાં તેજી રહી હતી બીજી તરફ સ્મોલ કેપ સ્ટોક્સમાં ઘટાડો રહ્યો હતો. સેંસેક્સમાં 30 શેરમાં 14 શેરમાં તેજી અને 16 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 50 શેર પૈકી 24 શેરમાં તેજી અને 26માં ઘટાડો રહ્યો હતો.
આજે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ 166 પોઈન્ટ વધીને 73,972 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ વધીને 22,400ની સપાટીએ ખૂલ્યો હતો. સવારના કારોબાર દરમિયાન બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી હતી. ખાસ કરીને ટાટા સ્ટીલ, ટાઈટન, આઈસર મોટર્સના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો. હાલમાં શેરબજારમાં 116 પોઈન્ટના વધારા સાથે 73,924ની આસપાસ કારોબાર કરી રહ્યો હતી.