ભારતીય શેરબજાર તુટ્યું, BSEમાં 359 અને NSEમાં 101 પોઈન્ટ ઘટાડો
મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે મંદી જોવા મળી હતી. ગુરુવારે કોરાબોરી સેશન બાદ સેંસેક્સ 359.64 પોઈન્ટ એટલે કે 0.50 ટકા ઘટીને 70,700.67ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 101.36 પોઈન્ટ એટલે કે, 0.47 ટકાના ઘટાડા સાથે 21352.60 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. બજારમાં સૌથી વધારે આઈટી સેકટરમાં વેચવાલી જોવા મળી હતી. એફએમસીજી અને ફાર્મા સેક્ટરના શેરોએ પણ બજાર ઉપર દબાણ બનાવ્યું હતું. નિફ્ટી બેંક (0.48 ટકા) અને નિફ્ટી ફાઈનેશિયલ સર્વિસ (0.53 ટકા) પણ લાલ નિશાન સાથે બંધ થયાં હતા. બીજી તરફ નિફ્ટી ઓટે, નિફ્ટી મીડિયા, નિફ્ટી મેટલ, નિફ્ટી પીએસયુ બેંક અને નિફ્ટી રિયલ્ટી શેર લીલા નિશાન સાથે બંધ થયાં હતા. ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે બંધ થતા રોકાણકારોને ભારે નુકસાન થયું છે.
સેંસેક્સમાં સામેલ ટેક મહિન્દ્રાના ડિસેમ્બર ત્રણ મહિનાના શુદ્ધ લાભ 60 ટકા ઘટીને 510 કરોડ રૂપિયા રહ્યાં બાદ કંપનીના શેર 6 ટકાથી વધારે ઘટ્યો હતો. આ ઉપરાંત ભારતી એરટેલ, આઈટીસી, એચસીએલ ટેક્નોલોજીસ, એશિયન પેન્ટસ, વિપ્રો, એચડીએફસી બેંક, નેસ્લે, ટાટા સ્ટીલ, ટાટા કંસલ્ટેંસી સર્વિસ અને મારુતિના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈંડ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફનિસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં લાભ જોવા મળ્યો હતો. એશિયાઈ બજારોમાં સિયોલ, ટોક્યો, શંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક રીતે બંધ રહ્યાં હતા. યુરોપીય બજાર મોટાભાગે ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળ્યાં હતા. અમેરિકી બજારમાં મિક્સ ટ્રેન્ડ રહ્યો હતો.