1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યાં, વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતની અસર
ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યાં, વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતની અસર

ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યાં, વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતની અસર

0
Social Share

મુંબઈઃ વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો અને IT શેરોમાં વેચવાલીથી ભારતીય શેરબજારો ગુરુવારે લાલ નિશાનમાં ખુલ્યા હતા. ટેક મહિન્દ્રાના નબળા ત્રિમાસિક પરિણામો બાદ આઈટી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી અને તેના કારણે બજારમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ 112 પોઈન્ટ્સ અથવા 0.16% ઘટીને 70,947 પોઈન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 34 અંક અથવા 0.16% ની નબળાઈ સાથે 21,419 ના સ્તર પર કારોબાર કરતી જોવા મળી હતી.

પ્રી ઓપનિંગમાં બજારમાં કમજોરી જોવા મળી હતી. સેંસેક્સ 306.06 અંક એટલે કે 0.55 ટકા ઘટાડા સાથે 70,669.06 ઉપર કારોબાર કરતો હતો. જ્યારે નિફ્ટી 72 અંક એટલે કે 0.34 ટકા ઘટાડા સાથે 21381ના સ્તરે કારોબાર કરતો હતો. બજારની શરુઆત લાલ નિશાન સાથે થઈ હતી. સેંસેક્સ 180.4 પોઈન્ટ એટલે કે 0.25 ટકા ઘટાડા સાથે 70872.31ના સ્તર ઉપર કારોબાર કરતો હતો. જ્યારે નિફ્ટી 43.75 પોઈન્ટ એટલે કે 20 ટકા ઘટાડા સાથે 21410 પોઈન્ટ ઉપર જોવા મળ્યો હતો. દરમિયાન railtelને રૂ. 163 કરોડનો ઓર્ડર મળતા તેના ભાવમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નવોદય વિદ્યાલય સમિતિ મારફતે કંપનીને ઓર્ડર મળ્યો છે. હાલ railtelનો શેર એનએસઈ ઉપર 34.25 રૂપિયા એટલે કે 8.95 ટકાના વધારા સાથે 433 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક ઓફ બરોડા, બંધન બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અ ઉર્જા ગ્લોબલ લીલા નીશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

(PHOTO-FILE)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code