ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે મંગળવારે સ્થાનિક શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. પ્રારંભના કારોબારમાં, સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 50 પોઈન્ટથી વધુનો વધારો થયો હતો. સવારે 10:08 વાગ્યે, સેન્સેક્સ 317.10 (0.44%) પોઇન્ટના વધારા સાથે 71,377.08 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. નિફ્ટી 60.41 (0.28%) પોઈન્ટ ઉછળીને 21,686.45 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
મંગળવારે પ્રારંભીક કામકાજમાં શેરબજારમાં ટોપ ગેનર્સમાં કોલ ઈન્ડિયા, હીરો મોટોકોપ, એનટીપીસી, ટાટા કન્ઝ્યુમર, આયશર મોટર્સ, બીપીસીએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. જ્યારે લાલ નિશાન ઉપર જોવા મળેલા શેરમાં હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સીમેન્ટ, ઓએનસીજી, એસબીઆઈ લાઈફ અને એલટીઆઈ માઈન્ડ ટ્રીનો સમાવેશ થાય છે. પીટીએમના શેરમાં રૂ. 26 ઘટાડો જોવા મળ્યો હતો અને 396 રુપિયા ઉપર ટ્રેડ કરતો હતો. ગૌત્તમ અદાણી ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓ લાલ નિશાન ઉપર વ્યવસાય કરી રહ્યો હતો.
શેરબજારમાં રોકાણકારોમાં મોટુ રિટર્ન આપનારી કંપનીઓમાં આઈસીઆઈસીઆઈ બેંક, એન્જિનિયર્સ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, યુની પાર્ટસ, આઈસીઆઈસીઆઈ પ્રુડેંશિયલ લાઈફ, ગ્લોબસ સ્પિરિટ, નેસ્લે ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પટેલ એન્જિનિયરિંગ, એચડીએફસી લાઈફ, ટાટા મોટર્સ અને એશિયન પેન્ટ્સનો સમાવેશ થાય છે.