1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 255 પોઈન્ટનો વધારો
ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 255 પોઈન્ટનો વધારો

ભારતીય શેરબજારમાં તેજી, BSEમાં 255 પોઈન્ટનો વધારો

0
Social Share
  • નિફ્ટી 63.75 પોઈન્ટ વધી 26 હજારને પાર પહોંચ્યો
  • સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થયાં

નવી દિલ્હીઃ એક દિવસની સુસ્તી બાદ સેન્સેક્સમાં ફરી તેજી જોવા મળી છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે, મુખ્ય 30-શેર બેન્ચમાર્ક ઇન્ડેક્સ 255.83 (0.30%) પોઈન્ટના વધારા સાથે 85,169.87 પર બંધ થયો હતો. જ્યારે NSE ના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 63.75 (0.25%) અંક વધીને 26,004.15 ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો 3 પૈસાના વધારા સાથે રૂ. 80.60 પર બંધ થયો હતો.

બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં ટ્રેડિંગની શરૂઆત લાલ નિશાન પર થઈ પરંતુ ટૂંક સમયમાં જ તેઓ લીલા નિશાન પર પરત ફર્યાં હતા. જોકે, ઉપલા સ્તરે બજારમાં ફરી વેચવાલી જોવા મળી હતી. તે પછી મોટાભાગે બજાર લાલ નિશાનમાં જ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. છેલ્લા સત્ર પહેલાં, બેન્ચમાર્ક સૂચકાંકોમાં મોટો ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થવામાં સફળ થયા હતા. શેરબજારમાં આ ઉછાળામાં બેન્કિંગ અને પાવર સેક્ટરના શેરોએ ફાળો આપ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code