Site icon Revoi.in

ભારતીય શેર બજારમાં તેજી, BSE 690 પોઈન્ટ અને NSEમાં 215 પોઈન્ટનો વધારો

Social Share

મુંબઈઃ ભારતીય શેર બજારમાં સવારે પ્રારંભિક મંદી બાદ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. જ્યારે માર્કેટ બંધ થયું લીલા નિશાન સાથે થયું હતી. બીએસઈ 690 પોઈન્ટ અને એનએસસી 215 પોઈન્ટ સાથે બંધ થયું હતું. શેર બજારમાં આવેલી તેજીને પગલે રોકાણકારોની રકમમાં પાંચ લાખથી વધારેનો વધારો થયો હતો.

સ્થાનિક શેરબજારમાં બુધવારે જોરદાર એક્શન જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં મિશ્ર વૈશ્વિક સંકેતો બાદ બુધવારે સવારે લાલ રંગમાં કારોબાર શરૂ થયો હતો, પરંતુ બેન્કિંગ, ફાર્મા, મેટલ અને એફએમસીજી સેક્ટરના શેરમાં ખરીદારીથી બજારે જોર પકડ્યું હતું. બુધવારના ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સ 689.76 (0.98%) પોઈન્ટના વધારા સાથે 71,060.31 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 215.16 (1.01%) પોઈન્ટના વધારા સાથે 21,453.95 ના સ્તરે પહોંચ્યો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો 3 પૈસાના વધારા સાથે 83.12 (પ્રોવિઝનલ) પર બંધ થયો હતો.

ભારતીય શેરબજારની શરુઆત આજે ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 221 અંક ઘટીને ખુલ્યો જ્યારે નિફ્ટીમાં 52 અંકનો શરુઆતી ઘટાડો જોવા મળ્યો. જોકે સવારે 10 વાગ્યા પછીના કારોબાર દરમિયાન સેન્સેક્સ નિફ્ટી 500 અંકનો ઉછાળો પણ જોવા મળ્યો છે. આજે કારોબાર દરમિયાન ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એફએમસીજી, આઈટી, મેટલ, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 70 હજાર 800ની આસપાસ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 21 હજાર 300ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.