Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં કડાકો, BSEમાં 736 પોઈન્ટનો ઘટાડો

Social Share

મુંબઈઃ આજના કારોબારી દિવસે ભારતીય બજાર ઘટાડા સાથે બંધ થયું છે.નિફ્ટી 21820ની નીચે બંધ થયું છે. સેન્સેક્સ 72012 પર બંધ થયું છે. સેન્સેક્સ 736 અને નિફ્ટી 242 અંક તૂટ્યો છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.24 ટકાનો ઘટાડો થયો છે.  BSEના સ્મોલકેપ ઈન્ડેક્સ 1.04 ટકા નબળાઈ સાથે બંધ રહ્યાં છે.

BSEના 30 શેર વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 736.37 અંક એટલે કે 1.01 ટકાના ઘટાડાની સાથે 72012.05ના સ્તર પર કારોબારી કરી. જ્યારે NSEVE 50 શેર વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 242.20 અંક એટલે કે 1.10 ટકા તૂટીને 21813.50ના સ્તર પર કારોબારી કરી છે.

મિડકેપ શેરોમાં ક્રિસિલ, કોલગેટ, એસજેવીએન, એલએન્ડટી ટેક્નોલોજી અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસિઝ3.77-4.75 સુધી નીચે આવ્યા હતા. જોકે મિડકેપ શેરોમાં ટોરેન્ટ પાવર, સીજી પાવર, સોલાર ઈન્ડસ્ટ્રીઝ, જુબિલન્ટ ફૂડ્ઝ અને ક્લિન સાયન્સ 1.22-4.44 ટકા સુધી ઉછળ્યો હતો.