Site icon Revoi.in

ભારતીય વિદ્યાર્થી બન્યો નાસાના રોવર ચેલેન્જનો વિજેતા,દુનિયાની 70 ટીમોને હરાવીને જીત્યો એવોર્ડ   

Social Share

ભુવનેશ્વર:ઓડિશાના વિદ્યાર્થીએ નાસા રોવર ચેલેન્જ 2021 માં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીએ દુનિયાની 70 ટીમોને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. 6 મહિનામાં તાલીમ લીધા પછી વિદ્યાર્થીએ આ રોવર તૈયાર કર્યો. રોવરની ટીમ અનુસાર, રોવર ચંદ્ર મિશન માટે બનાવવામાં આવ્યો છે જ્યાં પ્રથમ મહિલા અને પછી પુરુષને મોકલવામાં આવશે

રોવર વિવિધ પ્રકારના માર્શી ટેરિન્સ પર ઉડાન ભરવા માટે સક્ષમ છે રિપોર્ટ અનુસાર ટીમે COVID-19 લોકડાઉન દરમિયાન છ મહિના સુધી પ્રોજેક્ટ પર અતિ મહેનત કરી છે. રોવરને પૂર્ણતાના મહત્તમ પ્રયત્નોથી બનાવવામાં આવ્યું છે અને તેનું નામ NaPSAT 1.0 રાખવામાં આવ્યું છે.

NaPSAT ભુવનેશ્વર સ્થિત ઇનોવેશન પ્રસાર ફાઉન્ડેશનની એક પહેલ છે, હાલમાં જ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ તેના વાર્ષિક હ્યુમન એક્સ્પ્લોરેશન રોવર ચેલેન્જમાં ભારતની ત્રણ ટીમોને પુરસ્કાર આપ્યો છે. આ પડકાર અંતર્ગત ઉચ્ચ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ચંદ્ર અને મંગળ પર ભાવિ મિશન માટે રોવિંગ વાહનો બનાવવા અને પરીક્ષણ માટે આમંત્રિત કર્યા છે.