અમેરિકામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓએ મિત્રો બનાવવામાં સાવધાની રાખવીઃ ઈન્દિરા નૂઈ
નવી દિલ્હીઃ પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈએ અમેરિકામાં રહેતા અને અમેરિકા જવાની તૈયારી કરી રહેલા ભારતીયોને સલાહ આપી છે કે, તેઓ અમેરિકામાં ખુબ સાવધાની સાથે રહે અને સ્થાનીય કાયદાઓનું પાલન કરે. ભારતીય યુવા અમેરિકા આવીને ડ્રગ્સ તથા અન્ય કોઈ પણ નશાથી દૂર રહે છે. હાલના સમયમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય ઘટનાઓ બની રહી છે. આ જ કારણોસર ઈન્દિરા નૂઈએ ભારતીય વિદ્યાર્થીઓને એલર્ટ રહેવાની સલાહ આપી છે.
ઈન્દિરા નૂઈએ 10 મીનિટમો વીડિયો જાહેર કર્યો છે. જેને ન્યૂયોર્કમાં ભારતના કોન્સુલેટ જનરલે સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. વીડિયોમાં નૂઈએ જણાવ્યું છે કે, આ વીડિયો રેકોર્ડ કરવાનો ઈરાદો આપ તમામ યુવાઓ જે અમેરિકા આવા ઈચ્છે છે તથા અહીં આવીને અભ્યાસ કરી રહ્યાં છે, તેમની સાથે વાત કરવા માંગતી હતી. હાલમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ તે આપના હાથમાં છે કે, આપ પોતાની રીતે સુરક્ષિત રહી શકો છો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કાયદાનું પાલન કરે અને રાતના સુમસામ જગ્યા ઉપર એકલા જવાનું ટાળે. ડ્રગ્સ તથા અન્ય કોઈ પણ નશીલા દ્રવ્યોથી દૂર રહે, કેમ કે આ તમામ આપની મુશ્કેલી વધારી શકે છે. ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપતા કહ્યું કે, અમેરિકામાં પોતાની યુનિવર્સિટી અને અભ્યાસક્રમને સાવધાની સાથે પંસદ કરો. અમેરિકામાં આવ્યાના પ્રારંભિક મહિનામાં વધારે સાવધાન રહો, મિત્રો સાવધાનીપૂર્વક બનાવો અને નવી આદતોને સમજી-વિચારીને અપનાવો. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે સાંસ્કૃતિક પરિવર્તન થાય છે ત્યારે અનેક આશંકા થાય છે કે, વિદ્યાર્થીઓ આ આઝાદીમાં ભટકી જાય છે અને કેટલીક વાર ડ્રગ્સના રવાડે ચડે છે, જે સૌથી વધારે ખતરનાક છે.