- યુક્રેનથી વિદ્યાર્થીઓ પરત આવ્યા
- વાલીઓએ નિરાતના શ્વાસ લીઘા
- જો કે ટિકિટનું ડબલ ભાડૂ લેધા હોવાની વાલીઓ એ કહી વાત
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવપૂર્મ માહોલ ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં ત્યા રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા,જીવ પર જોખમ મંડળાતા તેઓ વતન પરત ફર્યા છે,યુક્રેન ગયેલા 15થી 20 વિદ્યાર્થીઓનું ટોળું અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું હતું,આ સાથે જ પરિવારના લોકોએ તેમનું આગમન કર્યું હતું અને નિરાતના શ્વાસ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનો ફીરાકમાં છે તો ભારતના લોકો કે જેઓ ત્યા વસતા છે તેઓના જીવ પર પણ જોખમ જોવા મળે છે, ત્યારે હવે દેશના ઘણા વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે.
યુક્રેનથી તેઓ અમદાવાદના એરપોર્ટ પર આવ્યા હતા તેમાના કેટલાક વિદ્યાર્થીઓ એ સ્થિતિ અંગે માહિતી આપી હતી,તેમણે કહ્યું હતું કે યુક્રેનના બોર્ડર વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે તથા ત્યાના શહેરોમાં પણ લોકોની અવરજવર નહીવત થઈ ચૂકી છે.આ સાથે જ કોલેજોમાંથી વિદ્યાર્થીઓને જ્યાં ત્યા પોતાના વતન જવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે.જો કે બીજી તરફ આ વિદ્યાર્થીઓ એ વતન આવવા ડબલ ભાડૂ ચૂક્વ્યું હોવાની વાત કહી છે, એર કંપનીઓએ ટિકિટના ભાવ ડબલ કરી નાખ્યા હોવાનો આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ચાલી રહેલા તણાવને લઈને લોકો પોતાના વતન પરત આવી રહ્યા છે. જેમાં 22 ફેબ્રુઆરીથી એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ શરુ કરાઈ રહી છે.