Site icon Revoi.in

ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે : યુનિસેફ

Social Share

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એટલે કે યુનિસેફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે. ભારતીય વ્યવસાયોએ તેના વૈશ્વિક કાર્ય માટે યુનિસેફને લગભગ છ અબજ ડોલરની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી છે.

યુનિસેફના પુરવઠા વિભાગના નિયામક, લીલા પક્કાલાએ જણાવ્યું હતું કે બાળકો માટે જીવનરક્ષક સામાન અને સેવાઓના ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે યુનિસેફના કાર્યની ચાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુનિસેફ આ યોગદાનને મહત્ત્વ આપે છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સંવેદનશીલ બાળકોના જીવન બચાવવાના તેના મિશનમાં કેન્દ્ર સ્થાને છે.