મુંબઈઃ પુણેમાં આઈસીસી વર્લ્ડકપની ભારત અને બાંગ્લાદેશની મેચ આજે રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. દરમિયાન ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક પટેલની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી. બાંગ્લાદેશ સામેની નવમી ઓવર હાર્દિક પંડ્યા નાખી રહ્યાં હતા. પંડ્યા આ ઓવરમાં માત્ર ત્રણ જ બોલ નાખી શખ્યો હતો. ત્રણ બોલમાં આઠ રન આપ્યા હતા. ઈજાને કારણે પંડ્યાને મેદાનની બહાર જવુ પડ્યું હતું. પંડ્યાના બાકીના 3 બોલ વિરાટ કોહલીએ નાખ્યાં હતા.
ભારત સામેની મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હૌસેન શંટોએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મેચમાં બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન શાકિબ હસન નહીં રમી શકતા નઝમુલને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરુઆત સારી રહી હતી. બાંગ્લાદેશી ઓપનેર તંઝીદ હસન અને લિટન દાસએ પ્રથમ વિકેટ માટે 14.4 ઓવરમાં 93 રન બનાવ્યાં હતા. તંઝીદ 43 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ યાદવે તેની વિરેટ લીધી હતી. જે બાદ કેપ્ટન બેટીંગમાં આવ્યો હતો. ભારતમાં હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે રમી ચુકી છે અને આ ત્રણેય મેચમાં ભારતીય ટીમનો વિજ્ય થયો છે. ભારતીય બેસ્ટમેનોની સાથી બોલરોએ ઉત્કુષ્ટ પ્રદર્શન કર્યું છે.