Site icon Revoi.in

પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાનો 295 રનથી પરાજ્ય

Social Share

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 295 રનથી હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે ભવ્ય જીત હાંસલ કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ 238 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બુમરાહે 3, મોહમ્મદ સિરાઝએ 3, હર્ષિત રાણાએ એક, વોશિંગટન સુંદરએ 2 અને નીતિશ રેડ્ડીએ એક વિકેટ મેળવી હતી.

પાર્થ ટેસ્ટમાં પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ 150 રન બનાવ્યાં હતા. નીતિશ રેડ્ડીના 41 અને કેએલ રાહુલના 26 રનની મદદથી પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયા 150 રન બનાવી શકી છે. જોશ હેઝલવુડએ ચાર વિકેટ લીધી હતી. ભારત બાદ ઓસ્ટ્રેલિયા બેટીંગ કરવા ઉતરી હતી. જો કે, ઓસ્ટ્રેલિયાના બેસ્ટમેન પણ મોટો સ્ટોર કરી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ હતી. બીજીપારીમાં 46 રનની લીડ સાથે બેટીંગમાં ઉતરેલી ભારતીય ટીમે છ વિકેટ ગુમાવીને 487 રન બનાવીને દામ ડીકલેર કર્યો હતો. બીજી ઈનીંગ્સમાં યશસ્વી જયસ્વાલે 161, કે.એલ,રાહુલએ 77 અને દેવદત્ત પાડીક્કલએ 25 બનાવ્યાં હતા. લાંબા સમય બાદ વિરાટ કોહલીએ બેટથી 100 રન ફટકાર્યાં હતા. બીજી ઈનીંગ્સમાં 500થી વધારે રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 17 રનમાં જ ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવી હતી. જો કે, સ્મીથ, હેડ, માર્શ, એલેક્સ અને માર્શલે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના બેસ્ટમેનો 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન અને ફાસ્ટ બોલર બુમરાહએ આઠ વિકેટ હાંસલ કરી હતી.