દુબઈમાં પ્રવાસી ભારતીયોએ પીએમ મોદીનું કર્યું ભવ્ય સ્વાગત,વડાપ્રધાને લોકોને પાઠવી શુભેચ્છા
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ પહોંચી ગયા છે. અહીં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતીય પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. UAEની મુલાકાત દરમિયાન PM મોદી મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર UAEના નાયબ વડા પ્રધાન શેખ સૈફ બિન જાયદ અલ નાહ્યાને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. PM મોદી COP-28 વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા ગયા છે.
પીએમ મોદી જ્યારે હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે હોટલની બહાર પહેલેથી જ હાજર હતા. પ્રવાસી ભારતીયોએ હોટલની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેઓએ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા. ભારતીય સમુદાયના લોકોએ ‘મોદી-મોદી’, ‘અબકી બાર મોદી સરકાર’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા.પીએમ મોદીએ પણ ઉત્સાહ સાથે હાથ મિલાવીને આ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેણે લોકો સાથે હાથ મિલાવ્યા અને તેમની સાથે વાત પણ કરી. સમગ્ર વિસ્તાર મોદી-મોદી અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો.
Deeply moved by the warm welcome from the Indian community in Dubai. Their support and enthusiasm is a testament to our vibrant culture and strong bonds. pic.twitter.com/xQC64gcvDJ
— Narendra Modi (@narendramodi) November 30, 2023
પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે લોકોના ઉત્સાહ અને પ્રેમ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘તેમનું સમર્થન અને ઉત્સાહ આપણી જીવંત સંસ્કૃતિ અને મજબૂત સંબંધોનો પુરાવો છે. દુબઈમાં ભારતીય સમુદાય દ્વારા મળેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું અત્યંત પ્રભાવિત થયો છું.
આ પહેલા પીએમ મોદી આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હીથી રવાના થયા હતા અને ભારતીય સમય અનુસાર મોડી રાત્રે દુબઈના અલ મકતુમ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે પીએમની સવારે ઉચ્ચ સ્તરીય ક્લાઈમેટ ઈવેન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમો સાથે હશે જેમાં વડાપ્રધાન તેમનું સંબોધન કરશે. ત્યારબાદ, તેઓ યુએઈ દ્વારા ક્લાઈમેટ ફાઇનાન્સમાં સંક્રમણ પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે.