1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય રમકડાંની અમેરિકા, જાપાન સહિતના દેશોમાં બોલબાલા, રમકડાંની નિકાસ વધી અને આયાત ઘટી
ભારતીય રમકડાંની અમેરિકા, જાપાન સહિતના દેશોમાં બોલબાલા, રમકડાંની નિકાસ વધી અને આયાત ઘટી

ભારતીય રમકડાંની અમેરિકા, જાપાન સહિતના દેશોમાં બોલબાલા, રમકડાંની નિકાસ વધી અને આયાત ઘટી

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધી ચાઈના સહિતના દેશમાંથી આયાત થતા રમકડાંની ડિમાન્ડ હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચિત્ર બદલાયું છે. આત્મનિર્ભર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના સાહસિકો સતત આવક વધી રહ્યાં છે અને હવે ભારતમાં જ રમકડા મોટી સંખ્યામાં બની રહ્યાં છે, એટલું જ નહીં આતંરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતીય રમકડાની બોલબાલા વધી છે. હવે અમેરિકા, યુરોપ, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશના બાળકો ભારતીય રમકડાં રમી રહ્યાં છે.

એક રિપોર્ટ અનુસાર, ચારેક વર્ષ પહેલા ભારતમાં 85 ટકા જેટલા રમકડાં આયાત કરવામાં આવતા હતા. હવે ભારતીય રમકડા ઉત્પાદક ગ્લોબલ ટોય બ્રાન્ડના મૂળ ઉત્પાદક તરીકે કામ કરે છે. ત્રણ વર્ષના સમયગાળામાં રમકડાની આયાત લગભગ 70 ટકા ઘડી છે બીજી તરફ નિકાસમાં 60 ટકાનો વધારો થયો છે. દેશમાં  રમકડાંના 32 ક્લસ્ટર વિકસાવવામાં આવી રહ્યા છે અને તેમાંથી ઘણા એકમો સ્થાપવામાં આવ્યા છે અને ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આત્મનિર્ભર ભારત અભિયાન માટે આ એક મોટું પગલું છે.

ભારતીય કંપનીઓ ગ્લોબલ ટોય બ્રાન્ડ્સ હાસ્બ્રો, હેમલીઝ, સ્પિન માસ્ટર, ડ્રેગન, શિફુ, હોર્નબી, એમજીએ, આઈએમસી અને ગોલ્ડન બેર માટે રમકડાં બનાવવામાં વ્યસ્ત છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2018-19માં 37.1 કરોડ ડોલરના રમકડાંની આયાત કરી હતી, જે નાણાકીય વર્ષ 2021-22માં ઘટીને 11 કરોડ ડોલર થઈ હતી. નાણાકીય વર્ષ 2018-19માં, ભારતે 20 કરોડ ડોલરના રમકડાંની નિકાસ કરી હતી, જે નાણાકીય વર્ષ 2021-22માં વધીને 32.6 કરોડ ડોલરની થઈ હતી.

વર્ષ 2019 માં, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતીય બજારમાં ઉપલબ્ધ રમકડાંમાંથી માત્ર 33 ટકા જ BIS ધોરણોને પૂર્ણ કરે છે. હલકી ગુણવત્તાના અને આરોગ્ય માટે જોખમી રમકડાં અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવતા હતા. ડિસેમ્બર 2019 માં, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે આયાતી રમકડાંનું નમૂના પરીક્ષણ ફરજિયાત બનાવ્યું અને ગુણવત્તા પરીક્ષણ પાસ કર્યા પછી જ તેને બજારમાં વેચવાની મંજૂરી આપી.

વર્ષ 2020 માં, ટાઈ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો અને BIS ધોરણો અનુસાર ટાઈ ટેસ્ટિંગ સુવિધા વિના ઉત્પાદન લાયસન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, કુટીર ઉદ્યોગો અને સૂક્ષ્મ સાહસિકોને તેમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. પરિણામે, વર્ષ 2022માં, BIS સર્વેક્ષણમાં માત્ર 14 ટકા નમૂનામાં જ ખામી જોવા મળી હતી.

MSME મંત્રાલયની  સ્ફૂર્તિ યોજના હેઠળ, 19 સ્તરીય ક્લસ્ટરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશમાં નવ, રાજસ્થાનમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં બે, કર્ણાટકમાં બે, આંધ્રપ્રદેશમાં બે, મહારાષ્ટ્રમાં એક, તમિલનાડુમાં એકનો સમાવેશ થાય છે. આ ક્લસ્ટરોમાં 11,749 માઇક્રો-સ્કેલ ટોય ઉત્પાદકો કામ કરે છે. આ સિવાય વારાણસી, ચન્નાપટના, કોંડાપલ્લી, જયપુર, કિન્નલ, અશરીકાંડી, એટિકોપક્કા, કોપ્પલ, તંજોર, બિષ્ણુપુર, કુડ્ડાપહ, નિરામલ અને ઈન્દોરમાં કાપડ મંત્રાલય દ્વારા ટાઈ ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code