Site icon Revoi.in

UNમાં વધ્યુ ભારતનું માન, યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતનો ધ્વજ લહેરાવવામાં આવશે

Social Share

દિલ્લી: નવા વર્ષ 2021ની શરૂઆત ભારત માટે ઘણી રીતે યાદગાર બની રહે છે. ભારત ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય બનવા માટે તૈયાર છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આજે ભારતીય ધ્વજ લહેરાવવામાં આવશે. આ સાથે ભારત શક્તિશાળી સંસ્થામાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરશે.

ધ્વજ લગાવવાની પરંપરા કઝાકિસ્તાન દ્વારા 2018માં શરૂ કરવામાં આવી હતી. 4 જાન્યુઆરીએ સત્તાવાર રીતે પ્રથમ કાર્યકારી દિવસે ખાસ સમારોહ દરમિયાન 5 નવા અસ્થાયી સભ્ય દેશોના ધ્વજ પણ લહેરાવવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિ તિરંગા લગાવશે. અને આશા છે કે, સમારોહમાં તે સંક્ષિપ્ત સંબોધન પણ આપશે. ભારતની સાથે સયુંકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નોર્વે,કેન્યા,આયર્લેન્ડ અને મેક્સિકો અસ્થાયી સભ્ય બન્યા છે.

તેઓ આ કાઉન્સિલનો ભાગ અસ્થાયી સભ્યો એસ્ટોનિયા,નાઇજર,સેંટ વિસેંટ અને ગ્રેનાડા,ટ્યુનિશિયા,વિયેતનામ અને પાંચ કાયમી સભ્યો ચીન,ફ્રાંસ,રશિયા,બ્રિટન અને અમેરિકા સાથે કરશે.

ઓગસ્ટ 2021 માં ભારત યુએન સિક્યુરિટી કાઉન્સિલનું નેતૃત્વ કરશે અને ત્યારબાદ 2022 માં એક મહિના માટે કાઉન્સિલની અધ્યક્ષતા સંભાળશે. કાઉન્સિલના દરેક સભ્યની નિમણૂક એક મહિના માટે થાય છે,જેનો નિર્ણય દેશોના અંગ્રેજી મૂળાક્ષરોના નામ અનુસાર કરવામાં આવે છે.

-દેવાંશી