Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રતિનિધિમંડળે ઈસ્લામીક શહેર મદીનાની લીધી મુલાકાત

Social Share

નવી દિલ્હીઃ સાઉદી અરબના પ્રવાસે પહોંચેલા ભારતના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુસ્લિમોમાં સૌથી પવિત્ર શહેરોમાં સામેલ મદીનાની મુલાકાત લીધી છે. આ પ્રથમવાર બન્યું છે કે, મદીના શહેરમાં કોઈ બિનમુસ્લિમ ભારતીય પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. સ્મૃતિ ઈરાનીની મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ તથા મુસ્લિમ કટ્ટરપંથીઓના પેટમાં તેલ રેડાયું છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મદીનાની તસ્વીરો શેર કરી છે. જેને લઈને કટ્ટરપંથીઓમાં નારાજગી ફેલાઈ છે. ભારતીય કેન્દ્રીય મંત્રીના પ્રવાસને લઈને કહી રહ્યાં છે કે, સાઉદી અરબે એક બિનમુસ્લિમ મહિલાને મદીનાની યાત્રા કરવાની મંજુરી ના આપવી જોઈએ. તેમજ મુસ્લિમ કટ્ટરપંથીઓએ સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા.

સ્મૃતિ ઈરાનીએ મદીના યાત્રાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ઉપર શેર કરીને લખ્યું છે કે, ઈસ્લામના સૌથી પવિત્ર શહેરોમાં સામેલ મદીનામાં પૈગંબરની મસ્જિદ અલ અસ્જિદ અલ નબવી, ઉહુદનો પહાડ અને ક્યુબા મસ્જિદ- ઈસ્લામની પ્રથમ મસ્જિદ સંકુલની યાત્રાનો સમાવેશ થાય છે.

એક મુસ્લિમ કટ્ટરપંથીએ સ્મૃતિ ઈરાનીની પોસ્ટને રિપોસ્ટ કરીને લખ્યું છે કે, ભારતના એક હિન્દુ રાજનેતા મદીના શું કરે છે? ભાજપા નેતાને હિન્દુત્વ વિચારધારાને પ્રોત્સાહન આપનાર તરીકે જોવામાં આવે છે. પૈગંબરએ આ વિસ્તારમાં મૂર્તિ પુજા કરનારાઓના પ્રવેશ ઉપર સ્પષ્ટ રીતે ઈન્કાર કર્યો હતો, આ શહેર માત્ર મુસ્લિમો માટે છે, અહીં અન્ય કોઈ આવી શકે નહીં.

અન્ય એક યુઝર્સએ સાઉદીના પ્રિન્સને ટેગ કરીને લખ્યું છે કે, આપ મુશરિકેનને અમારા સેંક્ચ્યુરીના પરિધીમાં કેમ જવા દો છો ? બાકીના સ્થળ ઉપર તમે ગમે તેટલી પ્રગતિ કરી શકો છે પરંતુ મક્કા મુકર્રમા અ મદીના મુનવ્વરા પૈગંબર અનુયાયિઓ માટે સૌથી પવિત્ર સ્થળ છે.