દેશમાં જે લોકોએ વેક્સિન નથી લીધી તેમના માટે ભારતીય વેરિયન્ટ અતિજોખમી – બ્રિટનના આરોગ્ય મંત્રી
- કોરોનાનો ભારતીય વેરિયન્ટ અતિજોખમી –બ્રિટનના આરોગ્ય મંત્રી
- લોકોને ફટાફટ વેક્સિન લેવા કરી અપીલ
દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર જે વેરિયન્ટના કારણે ખતરનાક સાબિત થઈ હતી તેને લઈને હવે બ્રિટિશ આરોગ્ય મંત્રીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેનકોકએ કહ્યું કે દેશમાં જે લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ નથી લીધો તે લોકો માટે કોરોનાનો ભારતીય વેરિયન્ટ ખુબ અતિજોખમી સાબિત થઈ શકે છે.
આગળ બ્રિટનના આરોગ્ય મંત્રીએ તે પણ કહ્યું કે ભારતમાં મળેલો કોરોના વેરિએન્ટ જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઇ શકે છે. જેમણે વેકિસનનો ડોઝ નથી લીધો તેમના માટે આ ભારતીય વેરિએન્ટ અત્યંત ખતરનાક સાબીત થઇ શકે છે. બોલ્ટન અને બ્લેકબર્ન વિસ્તારમાં કોરોના વાયરસ ખૂબજ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
બ્રિટનના પબ્લિક હેલ્થના જણાવ્યા અનુસાર પણ વર્તમાન કોરોનાવાયરસના વેરિયન્ટ પર વેક્સિન અસરકારક છે તે સારી વાત છે, પણ બ્રિટનમાં B1617.2 નામના વેરિયન્ટથી સંક્રમિત થયેલા નવા 520 કેસ જોવા મળ્યા છે જે વધીને હવે 2313 થયા છે.
કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને બ્રિટનમાં પહેલાથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ અને ક્રમશ રીતે છૂટછાટ આપવામાં આવી હતી.
હેનકોકના જણાવ્યા અનુસાર 14 જુનના રોજ એક જાહેરાત કરવામાં આવશે જેમાં દેશ 21મી જુને અંતિમ ચરણમાં આગળ વધશે. ઇગ્લેન્ડમાં લોકોને વધુને વધુ 30 લોકોને બહાર, જયારે ૨ થી ૬ પરીવારોના સમૂહને ઘરની અંદર મળવાની છુટ આપવામાં આવશે. આ અનલોક પ્રક્રિયાની વચ્ચે બ્રિટનના હેલ્થ એક્ષપર્ટ દ્વારા લોક ડાઉનમાં છુટછાટનો ખૂબજ સાવધાની પૂર્વક નિર્ણય કરવામાં આવે તેવી ચેતવણી આપવામાં આવી છે. તાજેતરના આંકડા મુજબ ઇગ્લેન્ડમાં અત્યાર સુધી 3.6 કરોડથી વધુ લોકોને કોરોના વાયરસની વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.