નવી દિલ્હીઃ ભારતની ઈંદ્રી વ્હીસ્કી બ્રાંડએ વ્હીસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ મેળવીને દુનિયાની સૌથી સારા દારૂનો ખિતાબ જીત્યો છે. આ ભારતીય વ્હીસ્કી ઉદ્યોગની એક ઉપલબ્ધી છે. ઈન્દ્રી એ પ્રમાણમાં નવી બ્રાન્ડ છે, જે 2021 માં લોન્ચ કરવામાં આવી હતી, જો કે, તેણે ઉચ્ચ ગુણવત્તાવાળી વ્હિસ્કીનું ઉત્પાદન કરવા માટે ઝડપથી નામના મેળવી છે.
દિવાળી કલેક્ટર એડિશન 2023 એ પીટેડ સિંગલ માલ્ટ વ્હિસ્કી છે, જે એક્સ-બોર્બોન, એક્સ-પીએક્સ શેરી અને એક્સ-ફ્રેન્ચ ઓક કાસ્કના મિશ્રણમાં પરિપક્વ છે. તેને ફળ, મસાલા અને ઓકની નોટ્સની સાથે જટિલ સ્વાદ પ્રોફાઇલ તરીકે વર્ણવવામાં આવે છે.