ભારતની મહિલાઓ પાસે વિશ્વની ટોપની પાંચ બેકોના રિઝર્વ ગોલ્ડ કરતા પણ વધારે સોનુ
વિશ્વમાં સોનાને કિંમતી ધાતુ માનવામાં આવે છે એટલું જ નહીં દુનિયાના વિવિધ દેશોના પેટાળમાંથી સોનુ મળી આવે છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જો કે, ચીનમાં સૌથી વધુ સોનાનું ખનન થાય છે.સોનાની શોધ લગભગ 5,000 વર્ષ થઈ હતી. વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારોના મતે, સોનું એ પૃથ્વી પર શોધાયેલી સૌથી જૂની ધાતુઓમાંની એક છે. સમગ્ર વિશ્વમાં સોનું માત્ર એક ધાતુ નથી પણ આર્થિક સમૃદ્ધિનું પ્રતીક પણ છે.
દરેક વ્યક્તિ જાણે છે કે એક સમય હતો જ્યારે ભારતને ‘ગોલ્ડન બર્ડ’ કહેવામાં આવતું હતું અને આમ કહેવા પાછળ ઘણા કારણો હતા. ઈરાનના શાસક નાદિર શાહે જ્યારે 1739માં દિલ્હી પર હુમલો કર્યો ત્યારે તેણે એટલું સોનું લૂંટી લીધું કે ત્રણ વર્ષ સુધી ત્યાં કોઈને ટેક્સ ચૂકવવો પડ્યો નહીં. બાદશાહ શાહજહાંએ પોતાના માટે એક સુવર્ણ સિંહાસન પણ બનાવ્યું હતું, જેને ‘તખ્ત-એ-તૌસ’ કહેવામાં આવતું હતું. અંગ્રેજોએ પણ ભારતમાંથી ઘણું સોનું લૂંટી લીધું હતું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણા દેશમાં ઘણું સોનું છે. આજે પણ ભારતમાં ઘણી જગ્યાએથી સોનું કાઢવામાં આવે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, જ્યારથી વિશ્વમાં સોનાની ખાણકામ શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 2 લાખ ટન સોનું કાઢવામાં આવ્યું છે. ભારતમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે, અહીં કોલાર ગોલ્ડ માઈન્સ વિશે સાંભળ્યું જ હશે. આ સિવાય હુટી ગોલ્ડ ફિલ્ડ અને ઉટી નામની ખાણોમાંથી પણ મોટા પ્રમાણમાં સોનું કાઢવામાં આવે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં હીરાબુદ્દિની અને કેન્દ્રુકોચા ખાણોમાંથી પણ મોટા પ્રમાણમાં સોનાનું ખનન કરવામાં આવે છે. આ ખાણો દ્વારા, દેશમાં વાર્ષિક 774 ટન સોનાના વપરાશની સરખામણીમાં લગભગ 1.6 ટન સોનાનુ ખનન કરવામાં આવે છે. જ્યારે વિશ્વભરમાં 3 હજાર ટન સોનું કાઢવામાં આવે છે. દેશમાં મહિલાઓ પાસે 21 હજાર ટન સોનું છે, જે ઘણું વધારે છે. વિશ્વની ટોચની 5 બેંકો પાસે પણ આટલું ગોલ્ડ રિઝર્વ નથી
(PHOTO-FILE)