દિલ્હીઃ- એશિયન ગેમ્સ 2023 માં આજરોજ ભારતે શૂટિંગ સ્પર્ઘામાં પહેલું ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું ત્યારે હવે મહિલા ક્રિકેટ ટિમે ભારતની યશકલગીમાં વઘુ એક મોરપંખ ઉમેર્યું છે અને ભાપરત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટ ઇવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું છે અને શ્રીલંકના વપરાજયનો આઈનો દેખાડ્યો છે.ભારતે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકાએ બીજી સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
બાંગ્લાદેશની ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 117 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી.
એશિન ગેમ્સની ક્રિકેટ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 116 રન જ બનાવી શકી હતી. જો કે ત્યાર બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે શ્રીલંકાને 20 ઓવરમાં 97 રનના સ્કોર પર રોકીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે.
આ મેચમાં 18 વર્ષની તિતાસ સાધુએ ભારત તરફથી બોલિંગમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.19મી એશિયન ગેમ્સમાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ફાઇનલમાં શ્રીલંકા સામે મુકાબલો થયો. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.