Site icon Revoi.in

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા  -23 વર્ષની સુવર્ણ કારકિર્દીનો અંત

Social Share

 

દિલ્હીઃ-  ભારતીય  મહીલા ક્રિકેટ જગતમાં મિતાલી રાજ નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી,ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર મિતાલી રાજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.આ અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફઓર્મ ટ્વિટર હેન્ડલ પરથી જાહેરાત કરી દીધી છે.

 

બેસ્ટ ભઆરતીય મહિલા ક્રિકેટરે સોશિયલ મીડિયા  પર આ અંગે જાણકારી આપી છેકહ્યું- આટલા વર્ષો સુધી ટીમનું નેતૃત્વ કરવું સન્માનની વાત છે. તેણે ચોક્કસપણે મને એક વ્યક્તિ તરીકે આકાર આપ્યો અને આશા છે કે તેનાથી ભારતીય મહિલા ક્રિકેટને પણ વિકાસ કરવામાં મદદ મળી.

39 વર્ષિય મિતાલીએ 23 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો છે અને ટ્વિટર પર લખ્યું છે – વર્ષોથી તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર! તમારા આશીર્વાદ અને સમર્થનથી હું મારી બીજી ઇનિંગ શરૂ કરવાની તૈયારી કરી રહી છું.

મિતાલી રાજે તેમની કારકીર્દીમાં આટલી મેચ રમી

મિતાલી વનડેમાં સૌથી વધુ રન બનાવનારી મહિલા બેટ્સમેન છે. તેમણે  અત્યાર સુધી 232 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું  છે અને 50.68ની એવરેજથી 7 હજાર 805 રન બનાવ્યા.આ સાથએ જ 12 ટેસ્ટ મેચ પણ રમી છે. જેમાં તેણે 19 ઇનિંગ્સમાં 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા હતા.ત્યારે હેવ મિતાલી રાજે ક્રિકેટ જગતમાંથઈ સન્યાસ લેવાનું એલાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે મિતાલીએ આ વર્ષે ન્યુઝીલેન્ડમાં આયોજિત મહિલા ODI વર્લ્ડ કપમાં તેની છેલ્લી મેચ રમી હતી. તેણે ટૂર્નામેન્ટમાં સાત મેચમાં 26ની એવરેજ અને 62.97ના સ્ટ્રાઈક રેટથી 182 રન બનાવ્યા. જોકે તે ટીમ ઈન્ડિયાને ખિતાબ અપાવી શકી ન હતી.આ મિતાલીની છેલ્લી મેચ સાબિત થઈ હવે તેઓએ આરંતરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.