ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટી-20 ની કપ્તાન હરમનપ્રીત કૌર કોરોના વાયરસથી સંક્રમિત
- ભારતીય ટી 20 ની કપ્તાન કોરોના પોઝિટિવ
- હરમનપ્રીત કૌર કોરોના વાયરસથી સંક્રમિત
- ઘરમાં જ થઇ આઇસોલેટ
હરિયાણા: ભારતની ટી -20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળી છે. હરમનપ્રીતમાં કોરોનાનાં લક્ષણો મળી આવ્યા છે. અને તે ઘરમાં જ આઇસોલેશનમાં છે. હરમનપ્રીત હાલમાં જ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થયેલી વનડે સિરીઝનો ભાગ હતી,પરંતુ ત્યારબાદ થયેલી ટી 20 સિરીઝમાં તે ઇજાને કારણે ભાગ લઈ શકી ન હતી. હવે તે કોરોનાથી સંક્રમિત થયાની વાત સામે આવી છે.
રીપોર્ટ મુજબ પટિયાલા સ્થિત હરમનપ્રીત કૌરની કોરોના તપાસમાં સંક્રમણ થયાની પુષ્ટિ થઇ છે. પંજાબ સરકારના આરોગ્ય વિભાગે ભારતીય ક્રિકેટરના સંક્રમણ વિશે માહિતી આપી હતી. આ મુજબ હરમનપ્રીત કૌરમાં કોરોનાવાયરસના લક્ષણો મળી આવ્યા હતા. તેમ છતાં તેને ઘરમાં આઇસોલેશનમાં રાખવામાં આવી છે. હરમનપ્રીત દ્વારા આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
હરમનપ્રીત સિવાય ભારતના 4 પૂર્વ ક્રિકેટરો પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સચિન તેંડુલકર,યુસુફ પઠાણ,ઇરફાન પઠાણ અને બદ્રીનાથ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા હતા.
-દેવાંશી