Site icon Revoi.in

ભારતીય મહિલા ટીમની ઓપનર શેફાલીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જ બતાવ્યો બેટીંગ પાવર

Social Share

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગની વિસ્ફોટક બેટીંગ હજુ ક્રિકેટ પ્રેમીઓ ભુલ્યાં નથી. દુનિયાના ટોપ બોલરોની ઓવરમાં પોતાની આગવી સ્ટાઈલથી બેટીંગ કરીને તેમની બોલીંગ એવરેજ ખરાબ કરી નાખનારા વિરેન્દ્ર સહેવાગ આજે પણ સોશિયલ મીડિયા સક્રિય રહે છે. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય મહિલા ટીમ પણ એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે. ત્યારે મહિલા ક્રિકેટ ટીમની 17 વર્ષિય ઓપનર બેસ્ટમેન શેફાલી વર્માની બેટીંગની આગવી શૈલીએ ક્રિકેટ પ્રેમીઓને ફરીથી સહેવાગની વિસ્ફોટક બેટીંગની યાદ તાજી કરાવી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલીએ ઓલ્ટ્રેલિયામાં ગયા વર્ષે મહિલા ટી-10 વર્લ્ડકપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનારી શેફાલીનો જન્મ હરિયાણાના રોહતકમાં થયો હતો. 24મી સપ્ટેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનારી શેફાલી વર્માને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું. શેફાલી જે અંદાજથી ટી-20 ક્રિકેટ રમે છે એવાજ અંદાજથી ટેસ્ટ મેચમાં બેટીંગ કરતી જોવા મળે છે. એટલું જ નહીં બહુ નાની ઉંમરમાં ઝડપથી ટોપ-10 રેન્કીંગમાં નંબર-1 ખેલાડી બની ગઈ છે. 17 વર્ષની ઉંમરમાં જ ટેસ્ટમાં પ્રવેશ કરતાની સાથે જે કમાલ કરી બતાવી છે તે પ્રસંશનીય છે. તેણે વિકેટની ચિંતા કર્યાં વિના જ ઈંગ્લેન્ડની સામે આક્રમક બેટીંગ કરીને 96 રન બનાવ્યાં છે. શેફાલી ભલે પ્રથમ ટેસ્ટમાં સદી ચુકી હોય પરંતુ તેણે સાબિત કરી દીધું છે કે, ટેસ્ટમાં પણ ઝડપથી રન બનાવી શકે છે.

ટેસ્ટ ક્રિકેટમાં એવું કહેવાય છે કે, ક્રીઝ ઉપર રહેવું હોય તો બોલનો સામનો કરો. જો કે, શેફાલીની બેટીંગ શૈલી તેને મંજૂરી આપતી નથી. શેફાલી સારા બોલનો સામનો કરવાની સાથે ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવાનું પણ ચુકતી નથી. ઈંગ્લેન્ડ સામેની 96 રનની ઈનીંગમાં શેફાલીનો આ અંદાજ જોવા મળ્યો છે. તેણે 152 બોલનો સામનો કરીને 13 ચોકા અને બે સિક્સરની મદદથી 96 રન બનાવ્યાં હતા.

(તસવીરઃ બીસીસીઆઈ)