PM મોદીની યાત્રાથી ઉત્સાહિત ભારતીયો,ન્યૂ જર્સી રેસ્ટોરન્ટમાં ‘મોદી જી થાળી’ લોન્ચ કરવામાં આવી
- PM મોદીની યાત્રાથી ઉત્સાહિત ભારતીયો
- રેસ્ટોરન્ટમાં ‘મોદી જી થાળી’ લોન્ચ કરાઈ
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની રાજકીય મુલાકાતને લઈને ભારતીય ડાયસ્પોરા ખૂબ જ ઉત્સાહિત છે. પીએમ મોદીનો એવો ક્રેઝ છે કે ન્યુ જર્સીની એક રેસ્ટોરન્ટે પીએમ મોદીની મુલાકાત પહેલા તેમના નામ પર ફૂડ પ્લેટ લોન્ચ કરી છે. આ રેસ્ટોરન્ટ ન્યુ જર્સીમાં આવેલું છે.
રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેનના આમંત્રણ પર વડાપ્રધાન મોદી જૂનમાં અમેરિકાની તેમની પ્રથમ રાજકીય મુલાકાત કરશે. યુએસ પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી 22 જૂને મોદીને સ્ટેટ ડિનર માટે પણ હોસ્ટ કરશે.
ખાસ વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદી યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને બીજી વખત સંબોધિત કરનાર પ્રથમ ભારતીય પીએમ બનશે. PM મોદીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વિશાળ ફેન ફોલોઈંગ છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ભારતીય ડાયસ્પોરા દ્વારા તેમના પર પ્રેમનો વરસાદ કરવામાં આવે છે.
રેસ્ટોરન્ટના માલિક શ્રીપદ કુલકર્ણીએ એક વીડિયોમાં જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાતને ધ્યાનમાં રાખીને તેમના નામ પર એક થાળી લોન્ચ કરવામાં આવી છે, જેને ‘મોદી જી થાળી’ નામ આપવામાં આવ્યું છે.
ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોનું કહેવું છે કે તેઓ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. એક વ્યક્તિએ કહ્યું કે ભારત એક અવિકસિત દેશ તરીકે ઓળખાતું હતું, પરંતુ છેલ્લા 10 વર્ષમાં બધું બદલાઈ ગયું છે, પીએમ મોદીનો ખૂબ આભાર.