સાહિન મુલતાની-
- ચ્હા એટલે સુંદર સવારનું પીણું
- ચ્હા પીવાથી એનેક ફાયદા થાય છે તો સાથે નુકશાન પણ
- ભારતના લોકોની પહેલી પસંદ ચ્હા છે
- દરેક લોકોને ચ્હા જુદ જુદા કારણોથી પસંદ હોય છે
સામાન્ય રીતે દરેક લોકોના પ્રોબલેમ્બસ જુદા જુદા હોય છે પરતું દરેક પ્રોબલેમ્સનો ઉપાય તો છેવટે ચ્હા જ હોય છે. જી હા આપણે ઘણી વખત ઘણા લોકોના મો થી સાઁભળ્યું હોય છે કે ,બસ ચ્હા મળી ગઈ એટલે ફ્રેશ થઈ ગયા, બસ ટેન્શન ઓછુ થઈ ગયું વગેરે વગેરે…….
ચ્હા શબ્દ સાંભળતા જ બસ મન થઈ ઉઠે કે લાવ એક કપ ચ્હા પી લઈએ, ચ્હા એટલે આજે નાના મોટા દરેક લોકોનું ફેવરિટ પીણું છે. સવારે ઉઠતાની સાથે જ ચ્હા તો જોઈએ જ બોસ, ચ્હા ન મળે એટલે કોઈનું માથું દુખે તો કોઈને ઊંઘ આવે તો વળી કોઈનો તો કઈ કામ કરવાનો મૂડ જ ન બને, ચ્હા એટલી હદે લોકોની પસંદ બની ચૂકી છે કે, કામ કરતા વખતે તો અડધો કલાકે , કલાકે કે દર બે કલાકે ચ્હા પીવાની આદત થઈ જતી હોય છે, ખાસ કરીને ડેસ્ક વર્ક કરતા લોકોને ચ્હા પીવું ખુબ પસંદ હોય છે, તો બહાર હાર્ડ વર્ક કરતા લોકોને પણ ચ્હા એટલી જ પસંદ હોય છે,દરેકને ચ્હા પસંદ હોવાના કારણો જુદા જુદા હોય છે.પણ હા એટલું કહેવું રહ્યું કે ચ્હા તો ચ્હા જ હોય છે.
ચ્હા પીવાથી થતા ફાયદાઓ
- ચ્હામાં કૈફીન અને ટૈનિન નામનું દ્રવ્ય રહેલું હોય છે જેનાથી શરીરમાં ફૂર્તિ આવે છે અનુભવ હોય છે.
- તેમાં રહેલું અમીનો એસિડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખવામાં મદદરુપ બને છે.
- ચ્હામાં એંટીજેન રેહલું હોય છે જે એંટી બેક્ટીરિયલ ક્ષમતા પ્રદાન કરે છે.
- ચ્હાથી એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રહે છે અને ઘણા રોગોથી બચાવે છે
- એક અભ્યાસ પ્રમાણે ચ્હા વૃદ્ધાવસ્થાની ગતિ ઓછી કરે છે
- શરિરને ચ્હા ઉમરની સાથે થતા નુકશાનથી બચાવવામાં મદદરુપ હોય છે.
- ચ્હામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે
ચ્હા પીવાથી થતા નુકશાન
- વધુ ચ્હા પીવાથી એસિડીટીનો પ્રોબલેમ થાય છે.
- તેમાં રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધારી શકે
- વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીજ અને વજન વધારવાની પણ શકયતા રહેલી છે
- ચ્હાના કારણે દાંત પર ખરાબ અસર પડે છે અને દાંત સડી પણ જાય છે
અલગ અલગ ફ્લેરની ચ્હા – ક્યારે કયા પ્રકારની ચ્હા પીવામાં આવે છે જાણો
બ્લેક લેમન ચ્હા – ચ્હાના કાળા ઉકાળામાં લીબું નાખીને પીવાથી ગેસ અને એસીડિટી જેવી સમસ્યામાંથી છૂટકારો મળે છે
આદુ વાળી ચ્હા – જ્યારે દુધ વાળી ચ્હામાં આદુ નાખીને પીવામાં આવે તો માથાનો દુખાવો હળવો થાય છે
મસાલા ચ્હા– ચ્હામાં મરી, આદુ, લવિગ, તુલસી, અને ફૂદીનો નાખીને બનાવવામાં આવે તેને મસાલા ચ્હા કહે છે, જેનાથી શરદી, ખાસી, ગળામાં થતી તકલીફ, કફ, આળખ વગેરે દુર થાય છે.