Site icon Revoi.in

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે- આ માટે 22 ફેબ્રુઆરીથી  એરઈન્ડિયા કરશે ફ્લાઈટ નું સંચાલન

Social Share

દિલ્હી- રશિયા અને યુક્ન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે, વિશ્વભરમાં આ બન્ને દેશોની ભારે ચર્ચાઓ થી રહી છે આ સાથે જ રશિયા યુક્રેન પર ગમે ત્યારે ખતરનાક હુમલો કરવાના ફિરાકમાં છે જેને લઈને દરેક દેશના નાગરિકોને પરત લાવવાની કવાયત ટાલી રહી છે, ત્યારે હવે યુક્રેનમાં વસતા ભારીયોને પમ એરઈન્ડિયાની ફ્લાઈટ સેવાથી પરત લાવવામાં આવશે

પ્રાપ્ત માહિતી પ્રમાણે યુક્રેનમાં સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો  ફસાયા છે.જો કે હવે તેમને ત્યાથી બહાર કાઢવા માટે ઈન્ડિયાએ ફ્લાઈટ ચલાવવાનો નિર્ણય લીધો છે.

આ માટે  એર ઈન્ડિયા ભારત-યુક્રેન વચ્ચે 22, 24 અને 26 ફેબ્રુઆરી 2022ના રોજ ત્રણ ફ્લાઈટનું ખાસ સંચાલન કરશે. ભારતથી આ ફ્લાઈટ બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રવાના કરવામાં આવશે. એર ઈન્ડિયા બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર  ટ્રાવેલ એજન્ટ મારફત ફ્લાઈટ્સ માટે બુકિંગની સુવિધા આપવામાં આવી છે..

એક રિપોર્ટ પ્રમાણે યુક્રેનમાં 20 હજાર ભારતીય નાગરિકો  વસવાટ કરી રહ્યા છે જેમાં 18 હજાર  જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ભારતની ફ્લાઈટ્સ મોંઘી થઈ ગઈ છે અને 20 ફેબ્રુઆરી પછી જ ઉપલબ્ધ થી રહી  છેઆવી સ્થિતિમાં ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઇટની સંખ્યા વધારવા માટે વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયો અને ઘણી એરલાઇન્સ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે એર ઈન્ડિયા આ માટે વિમાન સેવા ચલાવશે