દિલ્હી:યુએસ વિઝા મેળવવું હવે સરળ બનશે.તમારે US Visa Process ના સૌથી મુશ્કેલ સ્ટેપ વિઝા ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડશે નહીં.અભ્યાસ માટે અમેરિકા જતા વિદ્યાર્થીઓ, કામ માટે જતા કુશળ કામદારો, અમેરિકા જતા પ્રવાસીઓ કે ધંધા માટે જતા વેપારી લોકો. તમે કોઈ પણ કેટેગરીમાં ઈચ્છો તમે યુએસ વિઝા ઈચ્છી રહ્યા હોવ,તમે આ છૂટનો લાભ ઉઠાવી શકો છો.ભારતમાં યુએસ એમ્બેસીના એક વરિષ્ઠ અધિકારીએ યુએસ વિઝા ઇન્ટરવ્યુ સમાપ્ત કરવા અંગે માહિતી આપી છે.
અમેરિકી વિઝા ઇન્ટરવ્યુમાં છૂટની સાથે એમ્બેસીએ ડ્રૉપબૉક્સની સુવિધા વિશે પણ વાત કરી હતી. વાસ્તવમાં, આ છૂટ તે લોકોને આપવા માટે તૈયાર છે જેઓ તેમના યુએસ વિઝા રિન્યૂ કરવા માગે છે. એટલે કે જેમને અમેરિકાના વિઝા પહેલા મળી ગયા છે, પરંતુ તેની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે.આવા લોકોને ફરીથી વિઝા મેળવવા માટે ઇન્ટરવ્યુમાંથી મુક્તિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.આવા લોકો ડ્રોપબોક્સ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
ભારતમાં યુએસ એમ્બેસીના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે,ઇન્ટરવ્યુમાં છૂટછાટ આપીને સમયનું સંચાલન કરી શકાય છે. યુએસ વિઝાની રાહ જોવાનો સમય ઘટશે. જો કે, આ માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે.
જેમની પાસે B1 અને B2 એટલે કે ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા છે, જે છેલ્લા 4 વર્ષમાં એક્સપાયર થઈ ગયા છે, તેઓ પણ ડ્રૉપબૉક્સ સુવિધાનો ઉપયોગ કરી શકશે અને ઇન્ટરવ્યૂમાંથી છૂટકારો મેળવી શકશે.
તે જ સમયે, તે સ્ટુડન્ટ વિઝા પર પણ લાગુ થશે. જે વિદ્યાર્થીઓ અગાઉ વિઝા લઈને યુએસ ગયા છે તેમને પણ રિન્યુઅલ માટે ઈન્ટરવ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કે આ પ્રક્રિયા અગાઉ પૂર્ણ ન થઈ હોય તો તેમને બાયોમેટ્રિક માટે બોલાવી શકાય છે.