1. Home
  2. ગુજરાતી
  3. સિંધુ જળ સંધિના ઉલ્લંઘન મામલે ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી
સિંધુ જળ સંધિના ઉલ્લંઘન મામલે ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

સિંધુ જળ સંધિના ઉલ્લંઘન મામલે ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

0
Social Share

નવી દિલ્હીઃ ભારત સરકારે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિ (IWT)માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સરકારે કહ્યું છે કે, પાકિસ્તાનના ખોટા પગલાંએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWT ના સંશોધન માટે નોટિસ આપવાની ફરજ પડી છે.

ભારત સરકારે કહ્યું કે, પરસ્પર મધ્યસ્થી માર્ગ શોધવાના વારંવારના પ્રયાસો છતાં, પાકિસ્તાને 2017 થી 2022 દરમિયાન કાયમી સિંધુ કમિશનની પાંચ બેઠકો દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો છે. સરકારે કહ્યું કે આ કારણોસર હવે પાકિસ્તાનને નોટિસ આપવામાં આવી છે.

સિંધુ જળ સંધિ પર વાસ્તવિક વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 2015 માં પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ (HEP) પરના તેના વાંધાઓની તપાસ કરવા માટે તટસ્થ નિષ્ણાતની નિમણૂંક માટે વિનંતી કરી હતી. ત્યારબાદ 2016 માં, પાકિસ્તાને એકપક્ષીય રીતે વિનંતી પાછી ખેંચી લીધી અને દરખાસ્ત કરી કે મધ્યસ્થતા કોર્ટ તેના વાંધાઓ પર નિર્ણય કરે. જો કે, પાકિસ્તાનની આ એકપક્ષીય કાર્યવાહી IWTની કલમ IX દ્વારા પરિકલ્પિત વિવાદ નિરાકરણની ગ્રેડ મિકેનિઝમનું ઉલ્લંઘન છે.

ભારતે વિશ્વ બેંકને આ મામલાને તટસ્થ નિષ્ણાત પાસે મોકલવા માટે વિનંતી કરી હતી. જેને પગલે 2016માં વિશ્વ બેંકે પોતે આ વાતનો સ્વીકાર કર્યો હતો અને તાજેતરમાં જ ન્યુટ્રલ એક્સપર્ટ અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન બંને પ્રક્રિયાઓ શરૂ કરી હતી. જો કે, સમાન મુદ્દાઓની આવી સમાંતર વિચારણા IWT ની કોઈપણ જોગવાઈઓ હેઠળ આવતી નથી.

સિંધુ જલ સંધિમાં સુધારો કરવા માટે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસનું મુખ્ય કારણ પાકિસ્તાનને IWTના ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર આંતર-સરકારી વાટાઘાટોમાં ભાગ લેવાની તક પૂરી પાડવાનું છે..

સિંધુ જળ સંધિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની જળ-વિતરણ સંધિ છે. આ સંધિ 19 સપ્ટેમ્બર 1960 ના રોજ તત્કાલિન ભારતીય વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા લાવવામાં આવી હતી. આ સંધિને વ્યવહારુ બનાવવા માટે વિશ્વ બેંકે પણ તેના પર સહી કરી હતી આ સંધિ હેઠળ બિયાસ, રાવી અને સતલજના પાણી પર ભારતનો અધિકાર છે જ્યારે સિંધુ, ચિનાબ અને ઝેલમના મોટાભાગના પાણી પર પાકિસ્તાનનો અધિકાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code