સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટિપ્પણી કર્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એ જ મંચ પર પ્રતિક્રિયા આપી છે. એસ જયશંકરે કહ્યું કે જે દેશ ઓસામા બિન લાદેનની મહેમાનગતિ કરી હોય, જેણે તેના પડોશી દેશના સંસદ પર હુમલો કર્યો હતો. તેને યુએન જેવા શક્તિશાળી પ્લેટફોર્મ પર પ્રવચન આપવાનો હક નથી.
એસ. જયશંકર મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યા, જ્યાં સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં કાઉન્ટર ટેરરિઝમ અને રિફોર્મ્ડ મલ્ટિલેટરલિઝમ પર બે મહત્વપૂર્ણ ઈવેન્ટ થઈ રહી છે. યુએનમાં ભારતના સ્થાયી સભ્ય રુચિરા કંબોજની અધ્યક્ષતામાં મલ્ટિલેટરલિઝમ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને ભારતની આર્થિક વ્યવસ્થાને તોડી પાડવા માટે આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે, તેમજ ભારત વિરોધી પ્રવૃતિઓ માટે આતંકવાદીઓને મદદ પુરી પાડે છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદ અંગે પોતાના બચાવ માટે કાશ્મીરનો રાગ આલોપે છે, ભારતે વિવિધ મંચ ઉપર પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આકરો જવાબ આપ્યો છે, એટલું જ નહીં પાકિસ્તાનનો આતંકવાદ મુદ્દે બચાવ કરતા ચીનને ભારતે જવાબ આપી રહ્યું છે.