Site icon Revoi.in

ભારતનું બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ અન્ય દેશ કરતા ઝડપથી આગળ વધશે

Social Share

નવી દિલ્હીઃ ભારતનું બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ ચીન, જાપાન અને સાઉથ કોરિયા કરતા વધુ ઝડપથી વધશે.ભારતનું સૌંદર્ય અને પર્સનલ કેર માર્કેટ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. આવનારા સમયમાં તેનો વિકાસ દર ચીન, અમેરિકા, જાપાન અને સાઉથ કોરિયા કરતા પણ વધુ ઝડપી બની શકે છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. સુંદરતા અને ફેશનના ક્ષેત્રમાં કામ કરતી ખાનગી કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2028 સુધીમાં ભારતનું સૌંદર્ય અને પર્સનલ કેર માર્કેટ વાર્ષિક 10 થી 11 ટકાના દરે વધીને $34 બિલિયન થઈ શકે છે.

કંપની દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતું સૌંદર્ય અને પર્સનલ કેર માર્કેટ છે. 2028 સુધીમાં તે $34 બિલિયન સુધી વધી શકે છે, જે પહેલા $20 બિલિયન હતું.” રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત તુલાનામાં અન્ય મોટા સૌંદર્ય અને પર્સનલ કેર બજારો જેવા કે ચીન (4 થી 5 ટકા), યુએસ (2 થી 4 ટકા), જાપાન (2 થી 3 ટકા) અને દક્ષિણ કોરિયા (2 થી 3 ટકા)ના વાર્ષિક દરે વધી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ માર્કેટ બ્યુટી અને પર્સનલ કેર માર્કેટના વિકાસમાં સૌથી મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. તે 25 ટકાના સીએજીઆરના દરે વૃદ્ધિ કરી શકે છે. આ સિવાય ગ્રાહકોની આવક વધવાને કારણે લોકો પ્રીમિયમ બ્યુટી પ્રોડક્ટ્સ પર વધુ ખર્ચ કરશે. 2028 સુધીમાં, પ્રીમિયમ બ્યુટી પ્રોડક્ટ્સનું માર્કેટ $3 ​​થી $3.2 બિલિયનનું હશે.

બ્યુટી પ્રોડક્ટ્સને લઈને ભવિષ્યમાં સોશિયલ મીડિયા પણ મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે 2023માં 52 થી 53 કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં અસંગઠિત ઑફલાઇન બિઝનેસમાં ઘટાડો જોવા મળશે. કુલ સુંદરતા અને પર્સનલ કેર માર્કેટમાં તેમનો હિસ્સો 2028માં ઘટીને 35 ટકા થઈ જશે, જે 2023માં 55 ટકા હતો.