મોબાઈલ નિકાસમાં ભારતનું મોટુ નામ, અમેરિકાને સ્માર્ટફોન વેચીને કમાઈ લીધા 3.53 અરબ ડોલર
નવી દિલ્હીઃ નિકાસને લઈને ભરતમાં એક ખુશ ખબર છે. ચાલુ વર્ષ દરમિયાન અમેરિકાને ભારતનએ મેબાઈલ નિકાસ વધારીને 3.53 અરબ અમેરિકી ડોલર થઈ ગયા છે. ગયા નાણાકીય વર્ષ સમાન સમયગાળામાં તે 99.8 કરોડ અમેરિકી ડોલર હતુ.
કોમર્સ મિનિસ્ટ્રી મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર મહિનામાં સ્માર્ટફોનની નિકાસમાં ભારતનો હિસ્સો 7.76 ટકા વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ દરમિયાન 2 ટકા હતો. પીટીઆઈ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે ભારત અમેરિકાનો ત્રીજો સૌથી મોટો સ્માર્ટફોન નિકાસકાર બની ગયો છે. ચીન પેલા સ્થાને અને વિયતનામ બીજા સ્થાને છે.
• ચીન અને વિયેતનામની હિસ્સેદારી ઘટી
સુત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષના પેલા નવ મહિનામાં અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસમાં ચીન અને વિયેતનામનો હિસ્સેદારી ઘટી છે. ટોચના 5 સપ્લાયર્સ પાસેથી યુએસ સ્માર્ટફોનની નિકાસ એપ્રિલ-ડિસેમ્બરમાં ઘટીને 45.1 બિલિયન થઈ હતી, જે એપ્રિલ-ડિસેમ્બરમાં 49.1 બિલિયન હતી.
ચીનએ આ સમયગાળામાં અમેરિકાને 35.1 અરબ ડોલરના સ્માર્ટફોનના નિકાસ કર્યું. જે એનાથી પહેલાના વર્ષની સમાન સમયગાળામાં 38.26 અરબ ડોલર હતુ. આ જ રીતે વિયતનામાની અમેરિકામાં નિકાસ ઘટીને 5.47 અરબ ડોલર થઈ ગઈ.
• સાઉથ કોરિયામાં મોબાઈલની નિકાસ વધી
આ જ સમયગાળા દરમિયાન, સાઉથ કોરિયાની યુએસમાં મોબાઈલ નિકાસ 432 મિલિયનથી વધીને 858 મિલિયન થઈ ગઈ છે. આ સિવાય હોંગકોંગનું વેચાણ 132 મિલિયનથી ઘટીને 112 મિલિયન થયું છે.