‘આત્મ નિર્ભર ભારત’ હેઠળ દેશની રક્ષા કંપની ઈઝરાયલને પણ આપશે ટક્કર- સેનાની AK-47 ને વધુ સરળ અને તાકાતવર બનાવશે
- મેક ઈન ઈન્ડિયા હેઠળ રક્ષા કંપની એકે 47ને વધુ તાકાતવર બનાવશે
- ઈઝરાયલને પણ આપશે ટક્કર
દિલ્હીઃ- ભારતીય સેનાને દરેક મોર્ચે સજ્જ કરવા કેન્દ્રની સરકાર સતત કાર્યરત છે,દેશની ત્રણેય સેનાઓ અનેક તાકાતથી સજ્જ કરવાની કવાયત મેક ઈન ઈન્ડિયા હેઠળ થી રહી છે,ત્યારે હવે દેશની રક્ષા કંપની ઈઝરાયલને પમ ટક્કર આપવાની તૈયારીમાં જોવા મળી રહી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા માટે મોટા અને મહત્વના પગલાઓ લેવાયો છે, ભારતીય સંરક્ષણ કંપનીઓ ઘણી વિદેશી કંપનીઓને માત આપીને પોતાની જાતને સ્થાપિત કરી રહી તેનાથી શ્રેષ્ઠ સાબિત કરી રહી છે. આ અંતર્ગત ભારતીય સેનાની AK-47 એસોલ્ટ રાઈફલને અપગ્રેડ કરવા માટે બેંગ્લોરની SSS ડિફેન્સ સૌથી ઓછી બોલી લગાવનારાઓમાંથી ઉભરી આવી છે.
બેંગ્લોરની આ ડિફેન્સ કંપનીએ બિડમાં પોતાના હરીફ ઈઝરાયેલને હરાવ્યું છે. જો દરેક બાબત સારી રહેશે તો ચાર વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવેલી SSS ડિફેન્સ ભારતીય સેનાની નાની સંખ્યામાં AK-47 એસોલ્ટ રાઈફલ્સને અપગ્રેડ કરશે.
આ સમગ્ર બાબતને લઈને સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે AK-47 ભારતીય સેનાનું મૂળભૂત હથિયાર ગણાય છે. આ હથિયારે સેનાની ઘણી જરૂરિયાતો પૂરી કરીને દરેક મોર્ચે સાથ આપ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે SSS ડિફેન્સ ભારતીય સેનાના આ હથિયારને વધુ ખતરનાક અને ચલાવવામાં સરળ બનાવશે. તેમણે કહ્યું કે આ અપગ્રેડમાં ટેક્ટિકલ ફ્લેશલાઈટ, લેસર લાઈટ, ફ્લેશ હેડર, ડસ્ટ કવર, હેન્ડ ગાર્ડ અને અનેક પ્રકારની ગ્રીપ્સનો પણ સમાવેશ થાય છે.
બેંગ્લોર સ્થિત SSS ડિફેન્સ નાના હથિયારો અને દારૂગોળાની ઉત્પાદક કરનારી કંપની છે. આ કંપનીએ જ ભારતીય સેના માટે કલાશ્નિકોવ રાઈફલને અપગ્રેડ કરી હતી. અધિકારીઓનું આ અંગે કહેવું છે કે ભારતીય કંપની સાઉથ વેસ્ટર્ન કમાન્ડની સેના ઇકરાની માલિકીની 24 AK-47 રાઇફલ્સને અપગ્રેડ કરશે. જો આ અપડેટ યોગ્ય રીતે કરવામાં આવે તો કંપનીને વધુ મોટા ઓર્ડર પણ મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ છે.આ કાર્ય સફળ થતા ભારતની રક્ષા કંપની ઈઝરાયલને પણ માત આપશે.