- દિલ્હીનું એરપોર્ટ વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટમાં સામેલ
- વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં દિલ્હીનું એરપોર્ટ
દિલ્હીઃ- વિશ્વના ટોચના સૌથી શ્રેષ્ઠ એરપોર્ટમાં ભારતના એક ઓરપોર્ટનો પણ સમાવેશ થયો છે. આ એહવાલ 17 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, એક સત્તાવાર નિવેદન મુજબ , સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને સતત ચોથા વર્ષે ભારત અને દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ તરીકે સ્થાન આપ્યું છે.
સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ વાર્ષિક વૈશ્વિક એરપોર્ટ ગ્રાહક સંતોષ સર્વેક્ષણ પર આધારિત છે. તે 500 એરપોર્ટ પર ગ્રાહક સેવા અને સુવિધાઓનું મૂલ્યાંકન કરે છે. જીએમઆરના નિવેદન પ્રમાણે, એરપોર્ટે 2021માં તેની એકંદર રેન્કિંગ 45મા સ્થાનેથી વધારીને 37મા સ્થાને પહોંચાડી દીધી છે અને વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં સામેલ થનારું ભારતનું એકમાત્ર એરપોર્ટ બની ગયું છે.
રિપોર્ટ અનુસાર, જીએમઆર ઈન્ફ્રાના નેતૃત્વ હેઠળના એરપોર્ટને “સૌથી સ્વચ્છ એરપોર્ટ” પણ કહેવામાં આવ્યું છે. GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ, દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સીઈઓ વિદેહ જયપુરિયારે જણાવ્યું હતું કે, “એરપોર્ટ પર કામ કરતા તમામ એરપોર્ટ કર્મચારીઓ, હિતધારકો અને ભાગીદારોએ દિલ્હી એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામાં તેની સતત સુગમતા માટે માન્યતા આપી છે.