- ભારતના ડાયરેક્ટ ટેક્સ કલેક્શને તોડ્યો રોક્રડ
- કલેક્શનનો આકંડો 14.09 લાખ કરોડની સપાટીને સ્પર્શયો
દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીને કારણે દેશના અર્થતંત્રમાં થોડો ફેરફાર આવ્યો હતો જો કે જેમ જેન કોરોના મહામારીનો પ્રભાવ ઓછો થતો ગ.યો તેમ તેમ દેશનું અર્થતંત્ર સુધરતું જોવા મળ્યું તેજ દિશામાં હવે ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ વર્ષે ભારતના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ મામલેની જાણકારી આપતા CBDT વડાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રુપિયા 14.09 લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ એટલે કે 49.02 ટકાના વધારાને સ્પર્શ્યું હતું
આ મામલે જેબી મહાપાત્રાએ જણાવ્યું હતું કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વિક્રમી વૃદ્ધિ એ કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થામાં પરત ફરવાનો સંકેત છે. મહાપાત્રાએ એક કોન્ફરન્સના અંતે જણાવ્યું હતું કે 2021-22 માટે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 2018-19માં પ્રાપ્ત થયેલા ₹11.37 લાખ કરોડ કરતાં 2.5 લાખ કરોડ વધુ છે.
જેબી મહાપાત્રાએ જણાવ્યું હતું કે 2021-22 માટે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ₹16.34 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જે પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 32.75 ટકા થી વધુ વૃદ્ધિ દર્શાવે છે.જેબી મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર 2021-22 માટે 7.14 કરોડથી વધુ આઇટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા, જ્યારે 2020-21 માટે 6.97 કરોડથી વધુ ફાઇલ કરવામાં આવ્યા હતા.ઉલ્લએખનીય છે કે આ પ્રથમ વખત પ્રત્યક્ષ કર વસૂલાત પરોક્ષ કર વસૂલાત કરતાં વધી ગઈ છે, જે કુલ કર સંગ્રહના 52 ટકા છે