અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપનું છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ હારે ભારતીય ચાહકોને 2003ના વર્લ્ડ કપની ફાઈનલની યાદ અપાવી દીધી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 241 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયન બેટર્સે 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડે 137 રનની ઈનિંગ રમી હતી, જ્યારે માર્નસ લાબુશેન 58 રને નોટ આઉટ રહ્યો હતો. આ પહેલા મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી જ્યારે કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને 2-2 વિકેટ મળી હતી. 241 રનનો સામનો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહતી. ટીમે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ટીમની ઈનિંગ સંભાળી હતી. હેડ અને લાબુશેન વચ્ચે 192 રનની પાર્ટનરશિપ થઈ હતી. જેમાં હેડે 127 રન અને લાબુશેને 58 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય ટીમ માટે અમ્પાયર રિચર્ડ કેટલબોરો એકવાર અશુભ સાબિત થયા છે. હકીકતમાં રિચર્ડ કેટલબોરો ભારતીય ટીમની ઘણી મોટી હારના સાક્ષી રહ્યાં છે. આ સિલસિલો લગભગ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો છે. આજે ફરી ભારતીય ટીમે વિશ્વકપ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પણ અમ્પાયર રિચર્ડ કેટલબોરો હતો.
ભારતના 241 રનના ટાર્ગેટનો સામનો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહતી. ઓસ્ટ્રેલિયાએ બીજી જ ઓવરમાં ઓપરન ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવી હતી. તેને શમીએ 7 રને આઉટ કર્યો હતો. ત્યાર પછી બુમરાહે માર્શ (15) અને સ્મિથ (4)ની વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. ઓસ્ટ્રેલિયા પાવરપ્લેમાં ત્રણ વિકેટના નુકસાને માત્ર 60 રન જ બનાવી શકી હતી. શુભમન ગિલ, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર આઉટ થયા પછી રાહુલ અને કોહલીએ ટીમની ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 67 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ હતી. જેમાં કોહલીના 30 અને રાહુલના 37 રન હતા. આ પાર્ટનરશિપ એવા સમયે આવી હતી જ્યારે ઈન્ડિયાએ 81 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.
પાવરપ્લેમાં ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલી વિકેટ શુભમન ગિલની ગુમાવી હતી. ગિલ 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ રોહિત અને કોહલીએ 46 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત સતત બીજી મેચમાં 47 રન બનાવી આઉટ થયો હતો. ટીમે 10 ઓવરમાં 80 રન બનાવી 2 વિકેટ ગુમાવી હતી.