Site icon Revoi.in

ચીનના નાગરિકો સહીત બ્રિટન, કેનેડા અને સાઉદીને પણ નહી મળે ભારતના ઈ-વીઝા, અન્ય 152 દેશોને મળશે આ લાભ

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયછી ભારત અને ચન વચ્ચે તણાવપૂર્ણ માહગોલ જોવા મળી રહ્યો છે. દેશની સીમાઓ પર આક્રમક વલણ અપનાવી રહેલા ચીનને ભારતે હવે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. જો કે, આ જવાબ એવો છે કે સીધી રીતે ચીનને આર્થિક રીતે નુકશાન પહોંચાડશે, કઈપણ કર્યા વિનાજ.અર્થાત શોર કર્યા વિના ભારકે ચીનની ડુબતી નસ પકડી છે.

મળતી માહિતી પ્રમાણે ભારત સોમવારથી ફરીથી 152 દેશો માટે ઈ-વિઝા સુવિધા પુનઃસ્થાપિત કરી રહ્યું છે, પરંતુ આ વખતે ચીન, હોંગકોંગ અને મકાઉને આ દેશોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તે જ સમયે, તાઈવાન, વિયેતનામ, સિંગાપોર અને અમેરિકા સહિત 152 દેશોના નાગરિકો ભારતમાં ઈ-વિઝા સુવિધાનો લાભ લઈ શકશે.ચીનને આ રીતે તેનો વળતો જવાબ મળી ચૂક્યો છે.

આ સાથે જ પરસ્પર સહયોગના અભાવે ભારતે ચીન ઉપરાંત કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાને પણ  ઈ વિઝા આપવાની યાદીમાંથી બાકાત રાખ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનસાર આ પહેલા ચીન સહિત 171 દેશો માટે ઈ-વિઝાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીના સતત પ્રયાસોને કારણે ચીનને ઈ-વીઝા સુવિધાથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,ભારતે ચીનના પ્રવાસીઓ માટે પ્રાયોર રેફરલ કેટેગરીમાં છૂટછાટ આપીને ઈ-વિઝા મેળવી શકે તેવા 171 દેશોની યાદીમાં ચીનનો સમાવેશ કર્યો હતો. ચીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાક, સુદાન ઉપરાંત પાકિસ્તાની મૂળના વિદેશીઓ અને અન્ય દેશોના નાગરિકોને PRC હેઠળ મુક્તિ આપવામાં આવી હતી. જો કે, કોરોના મહામારીના કારણે માર્ચ 2020 માં જાહેર કરાયેલ મુસાફરી પ્રતિબંધો પછી, તમામ પ્રકારના ઇ-વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.