Site icon Revoi.in

ભૂખમરામાં ભારતની શરમજનક સ્થિતિઃ 101 ક્રમ ઉપર પહોંચ્યું

Social Share

દિલ્હીઃ વિશ્વ ભુખમરા સૂચકાંક 2021માં ભારત 116 દેશોમાં 101 સ્થાન ઉપર પહોંચ્યું છે. આ આંકડો પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળથી પાછળ હોવાનું જાણવા મળે છે. આ પહેલા ભારત 2020માં 94 સ્થાન ઉપર હતું. પરંતુ 2021માં સાત આંકડા નીચે ઉતર્યું છે. સહાય કાર્યમાં જોડાયેલી આયરલેન્ડની એજન્સી અને જર્મનીના સંગઠન વેલ્ટ હંગર હિલ્કના સંયુક્ત રિપોર્ટમાં ભારતમાં ભૂખનું સ્તર ખતરનાક હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

ભારતના પડોશી દેશની વાત કરીએ તો નેપાળ 76માં સ્થાન ઉપર, બાંગ્લાદેશ પણ 76માં સ્થાન ઉપર, મ્યાનમાર 71માં ક્રમે અને પાકિસ્તાન 92માં ક્રમે છે. આ દેશોની હાલત પણ ભુખમરીમાં ચિંતાજનક છે. પરંતુ ભારતની સરખામણીએ ઉપરોક્ત તમામ દેશ આગળ છે. નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોએ પોતાના નાગરિકોને ભોજન ઉપલબ્ધ કરવામાં ભારત કરતા પ્રદર્શન સારુ રહ્યું છે.

રિપોર્ટ અનુસાર કોરોના મહામારીમાં કોવિડ-19માં પ્રતિબંધોને કારણે લોકો ઉપર ગંભીર અસર પડી છે. અહીં દુનિયાભરના બાળકોની વેસ્ટીંગનો દર સૌથી વધારે છે. 1998થી 2002 વચ્ચે ભારતમાં ચાઈલ્ડ વેસ્ટિંગનો દર 17.1 ટકાથી વધીને 2016 અને 2020 વચ્ચેના સમયગાળામાં 17.3 ટકા થઈ ગયો છે.. ભારતમાં બાળમૃત્યુ દર, બાળ સ્ટંટિંગની વ્યાપકતા અને અપર્યાપ્ત ભોજનના કારણે કુપોષણની વ્યાપકતા જેવા પેરામીટરોમાં પોતાના સુધારા દર્શાવાયા હતા. આ રિપોર્ટમાં ચીન, બ્રાઝિલ અને કુવેત સહિત 18 દેશોએ પાંચથી ઓછા જીએસઆઈ સ્કોર હાંસલ કર્યો છે અને ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. જીએચઆઈના રિપોર્ટ અનુસાર ભુખમરાની સામે પુરી દુનિયાની ખતરનાક રીતે લડવી જોઈએ. 47 દેશ 2030 સુધીમાં નિમ્ન સ્તરની ભૂખ પ્રાપ્ત કરવામાં સક્ષમ નહીં હોય.