- દેશની નિકાસમાં થયો વધારો
- સોનાની આયાત વધી
દિલ્હી – આત્મનિર્ભર ભારત હેછળ ઘરેલું ઇત્પાદનમાં ભારત મોખરે રહ્યું જ છે, તેની સાથએ સાથે ભારત અન્ય દેશોને પણ ચીજ વસ્તુની આપુર્તિ કરવામાં અગ્રતા ઘરાવે છે, દેશની નિકાસમાં સતત તઆ ત્રીજા મહિનાના સમયગાળઆ દરમિયાન ભારતની નિકાસમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
વિતેલા મહિના ફેબ્રુઆરીની જો વાત કરીએ તો દેશની નિકાસમાં 0.65 ટકાનો વધારો નોંધાયો છે. આ પહેલાના મહિના જાન્યુઆરીમાં 6.16 ટકાના વધારા કરતા આ વધારો ઓછો રહ્યો છે.
આયાતમાં વધારો થવાને લીધે દેશની વેપાર ખાધમાં પણ વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરી વર્ષ 2021 માં વેપાર ખાધ 12.62 અબજ ડોલર નોંધાઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 10.16 અબજ ડોલર હતી.આ સાથએ જ વિતેલા મહિને ભારતની નિકાસ 27.93 અબજ ડોલર રહી હતી જ્યારે આયાત 40.54 અબજ ડોલર નોંધાઈ હતી.
બે દિવસ પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કરેલી માહિતી પ્રમાણે ભારતમાંથી નિકાસ થતી 30 વસ્તુઓમાંથી 17 ચીજ વસ્તુઓની નિકાસમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, કાર્પેટ, હસ્તકલા, સિરામિક્સ, પ્લાસ્ટિક અને કેમિકલ્સની નિકાસ વધી છે. તો બીજી તરફ તૈયાર વસ્ત્રો, રત્ન-દાગીના અને ચામડામાં ઘટાડો જોવા મળ્યો હતો.
સાહિન-