Site icon Revoi.in

કોરોના સંકટઃ દેશના 10 રાજ્યોમાં 80 ટકાથી વધારે લોકોને રસી આપીને કોરોનાથી કરાયાં સુરક્ષિત

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે સરકાર મજબૂત લડાઈ લડી રહી છે. દેશમાં છેલ્લા 2 દિવસથી 20 હજાથી ઓછા કેસ નોંધવામાં આવી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈમાં સરકાર યોગ્ય લડાઈ આપી રહી છે. આવામાં વધારે એક જાણકારી આવી રહી છે કે દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના 25 ટકા લોકોને વેક્સિનને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

જ્યારે બીજી બાજુ 6 રાજ્યોમાં દરેકને પ્રથમ ડોઝ મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 10 રાજ્યોમાં 80 ટકા, 15 રાજ્યોમાં 60થી 80 ટકા, જ્યારે 7 રાજ્યોમાં 60 ટકાથી ઓછા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જે બાદ શહેરી વિસ્તારમાં કુલ 26.95 કરોડ લોકોને અને ગ્રામીણ વિસ્તારમાં 49.31 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

કોરોના વાઈરસ સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના 25 ટકા લોકોને કોરોના રસીના બંને ડોઝ અપાઈ ગયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે બૂસ્ટર ડોઝનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હાલમાં બૂસ્ટર ડોઝ પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં. પહેલા બધા લોકોને બંને ડોઝ આપવા એ ભારતની પ્રાથમિકતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં ઓક્ટોબર મહિનામાં 27-28 કરોડ વેક્સીન ડોઝ ઉપલબ્ધ હશે. જેમા ઝાયડસ અને બાયોલોજીકલ ઇ માટે કોઈ રસી નથી. હેલ્થ કેર વર્કરમાં પહેલા ડોઝની તુલનાએ બીજો ડોઝ ઓછાં લોકોને લગાવવામાં આવ્યો છે.