ભારતની પ્રથમ મહિલા દિવ્યાંગ શૂટરની આર્થિક હાલત ખરાબઃ રોડ ઉપર ચિપ્સ વેચવા બની મજબુર
દિલ્હીઃ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારતની પ્રથમ મહિલા શૂટર દિવરાજ કૌર હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. તેમજ ગુજરાન ચલાવવા માટે રોડની સાઈડમાં ચિપ્સ અને બિસ્કીટ વેચવા મજબુર બની છે. દિલરાજ કૌરએ વર્ષ 2005માં રમત-ગમત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. 15 વર્ષમાં ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરની પૈરા નિશાનેબાજના રૂપે ઓળખાવવા લાગી હતી. જો કે, પોતાના કેરિયરમાં તેમને જે પ્રશંસા મળી હતી, જેનાથી હાલની પરિસ્થિતિમાં કોઈ સફળતા મળી નથી.
34 વર્ષીય દિલરાજ અત્યારે દહેરાદૂનના ગાંધી પાર્ક પાસે રસ્તાની બાજુમાં એક સ્ટોલ લગાવીને બિસ્કીટ અને ચિપ્સ વેચીને ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું હતું કે, મે વિચાર્યું હતું કે, ભારત માટે અનેક મેડલ જીત્યા છે તો ઘરમાં રાહત રહેશે. જ્યારે દેશને જરૂર હતી ત્યારે મે ભારતને મેડલ જીતી આપ્યો હતો. પરંતુ હવે મને જરૂર છે ત્યારે કોઈ મદદ માટે આગળ આવતું નથી.
એક સમયે દેશની સર્વશ્રેષ્ઠ પૈરા એર પિસ્ટલ નિશાનેબાજ ગણાતી દિલરાજને પોતાના કેરિયરમાં બે ડઝનથી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યાં છે. હાલ તેઓ માતા ગુરબીત સાથે દહેરાદૂનમાં ભાડાના મકાનમાં રહે છે.
તેમણે જણાવ્યું હતું કે, અમારી આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. અમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બિસ્કીટ અને ચિપ્સ વેચવા મજબુર બન્યાં છે. ઉત્તરાખંડમાં પેરા શૂટિંગ સમુદાય તરફથી કોઈ મદદ મળી નથી. તેમજ અનેકવાર સ્પોટર્સ ક્વોટામાં નોકરી માટે અપીલ કરી છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મે 2004માં શૂટિંગની શરૂઆત કરી હતી અને 2017 સુધી મને રાષ્ટ્રીય સ્તર પર 28 ગોલ્ડ, 8 સિલ્વર અને 3 કાંસ્ય મેડલ જીત્યાં છે. જો કે, દુઃખની વાત એ છે કે, પહેલી મહિલા એથલીટ હોવાનું જે સન્માન મળવું જોઈએ તે મળ્યું નથી.