- ભારતે રશિયા સામે નિભાવી મિત્રતા
- ફરી રશિયાને સસ્પેન્ડ કરવા બાબતે ન આપ્યો વોટ
દિલ્હીઃ- છેલ્લા 1 મિહાથી પમ વધુ સમયથી રશિયા દ્રારા યુક્રેન પર હુમલાો કરવી પ્રક્રિયા ચાલુ છે, જેને લઈને યુક્રેનના રાષ્ટપતિ ઝેલેન્સ્કીએ રશિયાને સંયુક્ત રાષ્ટ્રમાંથી કાહી કાઢવાની સતત માંગ ઉઠાલી છે, આ બબાતે યુેનમાં વોટિંગ કરવામાં પહેલા પણ ભારત સાઈડમાં ખસી ગયું હચતું ત્યારે હવે ફરી બીજી વખત આ બાબતે ભારતે પોતાનો વોટ આપ્યો નથી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતે ફરી એકવાર રશિયા સાથે દોસ્તી નિભાવી હોય તેવા દર્શ્યો જોવા મળ્યા છે.કારણ કે વિતેલા દિવસને ગુરુવારના રોજ ભારતે યુએન માનવાધિકાર પરિષદમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાના ઠરાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાનમાં ભાગ લીધો ન હતો. યુક્રેનની રાજધાની કિવ નજીક રશિયન દળો દ્વારા નાગરિકોની હત્યા કરવાના આરોપોને કારણે યુએસ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
193 સભ્ય દેશોની બનેલી જનરલ એસેમ્બલીએ ગુરુવારે માનવ અધિકાર પરિષદમાંથી રશિયાને હાકી કાઢવાના ઠરાવ પર મતદાન કર્યું હતું. આ ઠરાવની તરફેણમાં 93 અને વિરોધમાં 24 મત પડ્યા હતા, જ્યારે 58 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતોજો કે હવે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
જાણો આ બબાતે ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ શું કહ્યું
યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ મતદાન પછી કહ્યું: અમે તર્કસંગત અને પ્રક્રિયાગત કારણોસર આમ કર્યું છે. તેમણે કહ્યું, “યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી જ ભારત શાંતિ, સંવાદ અને કૂટનીતિનું સમર્થક રહ્યું છે.” અમારું માનવું છે કે લોહી વહેવડાવીને અને નિર્દોષ લોકોના જીવ લેવાથી કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. જો ભારતે એક પક્ષ લીધો છે, તો તે શાંતિ અને હિંસાનો તાત્કાલિક અંત છે.