Site icon Revoi.in

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7 ટકા રહેશે, નીતિ આયોગના સભ્ય વિરમાણીનો દાવો

Social Share

નવી દિલ્હી:  નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થતંત્ર લગભગ 7 ટકાના દરે વૃદ્ધિ પામશે અને આ વૃદ્ધિ દર આગામી ઘણા વર્ષો સુધી ચાલુ રહેવાની શક્યતા છે. વિરમાણીએ કહ્યું કે દેશ સામે નવા પડકારો છે અને તેનો સામનો કરવો પડશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ કરશે (0.5 ટકાની વધઘટ સાથે)… મને આશા છે કે અમે ઘણા વર્ષોથી સાત ટકાના દરે વૃદ્ધિ કરીશું.”

ગયા મહિને, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જ્યારે ગત નાણાકીય વર્ષ 2023-24માં વ્યક્તિગત વપરાશના ખર્ચમાં થયેલા ઘટાડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિરમાનીએ કહ્યું કે હકીકતમાં હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. “વૈશ્વિક રોગચાળાના પરિણામે બચતમાં ઘટાડો થયો… અને આ અગાઉના નાણાકીય આંચકાઓથી ખૂબ જ અલગ હતું,” તેમણે કહ્યું હતું.

વિરમાણીએ કહ્યું હતું કે, “ગયા વર્ષે પણ અલ નીનો આવ્યો હતો, પરંતુ વૈશ્વિક મહામારીને કારણે લોકોએ તેમની બચત પાછી ખેંચી લેવી પડી હતી… તેથી સ્વાભાવિક પગલું ફરીથી બચત કરવાનું હોવું જોઈએ, જેનો અર્થ છે કે હાલમાં વપરાશમાં ઘટાડો થશે.” , તેમણે કહ્યું કે, જો આજે લોકો મોટી બ્રાન્ડની ચીજવસ્તુઓ ખરીદે છે, તો તેઓ સસ્તી બ્રાન્ડ અથવા સાદી વસ્તુઓ ખરીદશે અને પૈસાની બચત કરશે.

ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોવા છતાં દેશમાં સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)માં થયેલા ઘટાડા અંગે વિરમાનીએ જણાવ્યું હતું કે, અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં રોકાણ પર જોખમ મુક્ત ‘વળતર’ ઊભરતાં બજારો કરતાં ઘણું વધારે છે. તેમણે કહ્યું હતું કે, “યુએસમાં વ્યાજ દરો ઘટવા લાગે છે, મને આશા છે કે ભારત સહિત ઉભરતા બજારોમાં FDI વધશે.