Site icon Revoi.in

ભારતની મહાન બોક્સર મૈરી કોમએ સન્યાસ લેવા ઈનકાર કર્યો

Social Share

નવી દિલ્હીઃ ભારતની મહાન બોક્સર મૈરી કોમએ સન્યાસની વાત કરી ખળભળાટ મચાવી દીધો હતો. આ ઓલમ્પિક મેડલ વિઝેતા બોક્સરે નિવૃત્તિ લઈ લીધી હોવાની ચર્ચાઓ તેજ બની હતી. જો કે, હવે મૈરી કોમએ એક નિવેદન આપી બધાને ચોંકાવી દીધા છે. તેમને કહ્યું કે, તેના સંન્યાસ વાળું નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમને હજી સંન્યાસ લીધો નથી. તેમને કહ્યું છે કે તેઓ જ્યારે બોક્સિંગમાંથી સંન્યાસ લેશે ત્યારે પોતે મીડિયા સામે આવશે.
ભારતની સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંની એક મૈરી કોમએ કહ્યું કે, કેવી રીતે ઉંમર મર્યાદા તેને મોટા ભાગની ટૂર્નામેન્ટમાં ભાગ લેતા અટકાવે છે, અને તેનું કરિયર લગભગ પુરૂ થઈ ગયું છે. તેમજ તેને લઈ યોજના ખરેખર બનાવી રહી છે. આ દિગ્ગજ બોક્સરે કહ્યું, ‘મેં ઘણા મીડિયા રિપોર્ટ જોયા છે, જેમાં કહેવાયું છે કે મેં મિવૃત્તિ લીધી છે. હું નિવૃત્તિનાં આરે છું પણ હાલ મેં નિવૃત્તિ લીધી નથી.’
મૈરીએ એક ઈવેન્ટમાં કહ્યું હતુ કે, ‘મને હજી પણ મેડલની ભૂખ છે, પણ કમનસીબે ઉંમર મર્યાદાને કારણે હું ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકતી નથી. હું વધારે ને વધારે મેચ રમવા માગું છું, પણ (ઉંમરને કારણે) રમત છોડવા માટે મજબૂર કરાવવામાં આવે છે. હું રિટાયર થવા માગું છું. મેં મારા જીવનમાં ઘણું બધું હાસલ કર્યું છે.’ મૈરી કોમનો આરોપ છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. તેમને તેના પાછળની વાર્તા કરી હતી.