દિલ્હી – ભારતનું કાશી શહેર વિશ્વભરમાં જાણતીું છે ,ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રદર્શન કરતા પવિત્ર શહેર વારાણસીને SCOની પ્રથમ સાંસ્કૃતિક અને પ્રવાસન રાજધાની તરીકે જાહેર કરવામાં આવશે.
શુક્રવારે બેઇજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન બ્લોકના મહાસચિવ ઝાંગ મિંગે આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે સમરકંદમાં યોજાનારી SCO સમિટ વિશે પણ વાત કરી.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એક આર્થિક, રાજકીય અને સુરક્ષા જોડાણ છે. તેમાં ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન સહિત 8 દેશો સામેલ છે. ભારત અને પાકિસ્તાન 9 જૂન 2017ના રોજ તેમાં જોડાયા હતા. SCOના સભ્ય દેશો આતંકવાદ સામે અને પ્રાદેશિક શાંતિ માટે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. તે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન અને સૌથી મોટું ગ્રાહક બજાર પણ છે.
હવે આઠ સભ્યોની સંસ્થા દ્વારા નવી પહેલ હેઠળ વારાણસી 2022-23 માટે SCO ની સાંસ્કૃતિક અને પ્રવાસન રાજધાની બનશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન તેના સભ્ય દેશો વચ્ચે લોકો-થી-લોકોના સંપર્ક અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક કાર્યક્રમ ચલાવે છે. જે અંતર્ગત દર વર્ષે સભ્ય દેશની સાંસ્કૃતિક વારસો ધરાવતા શહેરને સંસ્થાની રાજધાની જાહેર કરવામાં આવે છે.
ઝાંગે મીડિયા સાથેની વાતચીતમાંં જણાવ્યું કે આ પહેલ હેઠળ દર વર્ષે સભ્ય દેશની સાંસ્કૃતિક વારસો ધરાવતા શહેરને સંસ્થાની આ નવી પહેલોના અધ્યક્ષનું પદ સોંપવામાં આવશે.
આ સાથે જ તેમણે આ વર્ષે 15 થી 16 સપ્ટેમ્બર દરમિયાન સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં યોજાનારી SCO ના રાજ્યોના વડાઓની સમિટનો પણ ઉલ્લેખ કર્યો.
આ સાથે જ નવી SCO પહેલ સમરકંદ સમિટ પછી લાગુ કરવામાં આવશે. ત્યારપછી ભારત SCOનું પ્રમુખપદ સંભાળશે અને આગામી રાજ્યના વડા સમિટની યજમાની કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં, ભારતે SCO ના વડાઓની બેઠકનું આયોજન કર્યું હતું.