નવી દિલ્હીઃ NH44 ભારતનો સૌથઈ લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ છે. તેને જૂના NH7 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમ્મૂ અને કશ્મિરના ઉત્તર છેડે શ્રીનગરને કન્યાકુમારી સાથે જોડતા પૂરા 3,745 KM સુધી ફેલાયેલો છે.
• મલ્ટી સ્ટેટ હાઈવે
NH44 કુલ 11 ભારતીય રાજ્યોં પાર કરે છે, જે તેને દેશની વિશાળતા અને વિવિધતાનો સાચો પુરાવો બનાવે છે. આ રાજમાર્ગ જમ્મૂ અને કશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાના, આંધ્ર પ્રદેશ, કર્નાટક અને તમિલનાડુ થઈને નીકળે છે.
• ઈતિહાસની સફર
NH44 આગરા, દિલ્હી, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા મહત્વપૂર્ણ જગ્યાઓ પરથી નીકળે છે. NH44 નામ આપવામાં આવ્યુ તે પહેલા આ હાઈવે દેશના વિવધ ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાતો હતો. ઘણા પેલાના નામમાં NH 1A, NH 1, NH 2, NH 3, NH 75, NH 26 અને NH 7નો સમાવેશ થાય છે.
• આર્થિક કોરિડોર
NH44 ભારતની અર્થ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કૃષિ કેંન્દ્રો, ઔધઓગિક કેન્દ્રો અને પ્રમુખ બંદરો દેશભરમાં માલસામાન અને સેવાઓના પરિવહન માટે મુખ્ય હબ તરીકે સેવા આપે છે, તેમને જોડે છે.
• રાષ્ટ્રીય રાજમાર્ગોનુ એક મહામિલન
NH44ને એક સિંગલ કંટીન્યૂઅસ હાઈવેના રૂપમાં નથી બનાવાયો. વાસ્તવમાં પહેલાથી હાજર સાત રાષ્ટ્રીય રાજમાર્ગોનુ એક મહામિલન છે.આ એકીકરણે પરિવહનને સુવ્યવસ્થિત કર્યુ અને એક મહત્વપૂર્ણ ઉત્તર-દક્ષિણ જોડણ બનાવ્યું.
• ગ્લોબલ રૈંકિંગ
હાલ NH44 ભારતનો સૌથી સાંબો હાઈવે છે. તે વિશ્વ મંચ પર પણ તેનુ સ્થાન છે. તે વૈશ્વિક સ્તરે સૌથી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 22મું સ્થાન ધરાવે છે. જે ભારતના રોડ નેટવર્કના તીવ્ર સ્કેલને પ્રતિબિંબિત કરે છે.