Site icon Revoi.in

ઓટો રિક્ષા સંબંધ સાથે ભારતનો વર્ષો જૂનો સંબંધ, દુનિયાને ઓટો રિક્ષા શબ્દ ભારતે આપ્યો

Social Share

દિલ્હીઃ મુંબઈ, દિલ્હી સહિત સમગ્ર દેશના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો ઉપર ઓટો રિક્ષા જોવા મળશે. ભારત ઉપરાંત દક્ષિણ પૂર્વીય એશિયાઈ, આફ્રિકા અને ઉષ્ણ કટિબંધીય દેશોમાં પણ ઓટોરિક્ષા જોવા મળે છે. જો કે દેશના વિવિધ દેશોમાં ટુક ટુક, બેબી ટેક્સી અને બાઓ-બાઓ જેવા નામથી ઓળખાય છે. દુનિયાને ઓટો રિક્ષા જેવો શબ્દ ભારતે આપ્યો હતો. તેમજ ભારતની ઓટોરિક્ષાની દેશના વિવિધ રાજ્યોની સાથે દેશ-દુનિયામાં ભારે ડિમાન્ડ છે.

ભારત સાથે ઓટો રિક્ષાનો સંબંધ ખુબ જૂનો છે. વર્ષ 1947માં ભારતને આઝાદી મળી ત્યારે દેશના આત્મનિર્ભર બનાવવા માટે ઉદ્યોગપતિઓ આગળ આવ્યાં હતા. જે પૈકી ઓર્સ મોટરના ફાઉન્ડર એન.કે.ફીરોડિયાએ મોટરથી ચાલતી રિક્ષા માટે ઓટોરિક્ષા શબ્દ શોધ્યો હતો. બાદમાં આ શબ્દ ઓક્સફોર્ડ ડિક્સનેરી સુધી પહોંચ્યો છે.

વર્ષ 1948માં ફિરોડિયાએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પોતાની ઓટો રિક્ષા બતાવી હતી. ફિરોડિયાએ તે સમયે બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશન સાથે જોઈન્ટ વેંચર બનાવ્યું હતું. બાદમાં આ કંપની બજાજ ઓટો તરીકે ઓળખાવવા લાગી હતી. ભારતીય બજારમાં

પ્રથમ ઓટો રિક્ષા 1948માં બજાજ ઓટોએ ઉતારી હતી. તે સમયે ઉત્પાદન માટે લાયસન્સ લેવુ પડતું હતું. વર્ષમાં એક હજાર રિક્ષા બનાવવાનું લાયસન્સ આપવામાં આવ્યું હતું. આમ ઓટો રિક્ષાએ ટેક્સી અને હાથ રિક્ષા વચ્ચેની જગ્યા ભરીથી હતી આજે દેશમાં પરિવહન માટે સૌથી વધારે ઓટોરિક્ષાનો ઉપયોગ થાય છે.

 

દેશમાં હાલ અનેક મોટી મોટી કંપનીઓ ઓટોરિક્ષાનું ઉત્પાદન કરે છે. તેમજ ધાના, ચાડ, કેન્યા, નાઈજીરિયા, શ્રીલંકા, સુડાન, કોંગો, ઈથિયોપિયા, અલ-સલ્વાડોર, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં ભારતીય ઓટો રિક્ષાની નિકાસ થાય છે.

વર્ષ 1886માં એન્ઝ નામની કંપનીએ એક ટ્રાઈસાઈકલમાં મોટર ફીટ કરીને પેટન્ટ માટે અરજી કરી હતી. 1931માં મઝદાએ એક થ્રી-વ્હીલર ઓપન ટ્રક માર્કેટમાં ઉતારી હતી. જો કે, આ મોડીફાઈડ બાઈક હતી અને તેનો ઉપયોગ લોડિંગ માટે થતો હતો.