Site icon Revoi.in

ભારતનું મેટ્રો રેલ નેટવર્ક આવનારા 2-3 વર્ષમાં વિશ્વની મહાસત્તા અમેરિકાને પણ પછાડશે

Social Share

દિલ્હીઃ મેટ્રો ટ્રેનની સફળતા દિવસેને દિવસે વઘી રહી છે દેશના કરોડો લોકો રોજીંદા તેનો લાભ લઈ રહ્યા છએ આવી સ્થિતિમાં આગળના સમયમાં મેટ્રોલનું મેટવર્ક વઘે તેવા પ્રયાસો હાથ ઘરવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ  જણાવ્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં ભારતના મેટ્રો નેટવર્કની લંબાઈ યુએસ કરતા વધી જશે અને વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક બની જશે.

મેટ્રો નેટવર્ક વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે હાલમાં દેશનું મેટ્રો નેટવર્ક વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે. અહીં 16મી અર્બન મોબિલિટી ઈન્ડિયા  કોન્ફરન્સ કમ એક્સ્પો 2023ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં દેશમાં મેટ્રો નેટવર્કના વિકાસની ગતિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે.

વઘુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “2014માં ભારતમાં માત્ર 248 કિમીની મેટ્રો રેલ લાઇન હતી. માત્ર નવ વર્ષમાં, આજે વિવિધ 20 શહેરોમાં 895 કિલોમીટરની મેટ્રો લાઇન કાર્યરત છે. મંત્રીએ કહ્યું કે મેટ્રો નેટવર્કે આપણા નાગરિકોના જીવનમાં આરામ, સ્થિરતા અને સુરક્ષા લાવી છે.

મંત્રીએ કહ્યું કે શહેરી પરિવહન સંબંધિત મુદ્દાઓ પ્રત્યે સરકારના અભિગમમાં 2014 થી નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ઝડપી શહેરીકરણને પડકારને બદલે તક તરીકે સ્વીકારવામાં આવ્યું છે. મંત્રીએ પ્રાદેશિક અને આંતર-શહેર જોડાણમાં પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ અને વંદે ભારત ટ્રેનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દેશ રેલ આધારિત રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના ક્ષેત્રમાં મોટા પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે.

એટલું જ નહી તેમણે કહ્યું, “મને એ જાણીને આનંદ થાય છે કે દરરોજ લગભગ એક કરોડ મુસાફરો મેટ્રો નેટવર્કમાં મુસાફરી કરે છે.” તેમણે કહ્યું કે અંતિમ જોડાણની સરળતા અને અન્ય પરિબળો રાઇડર્સશિપમાં વધારો કરશે.