દિલ્હીઃ-લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા રિયાઝ અહેમદ ઉર્ફે અબુ કાસિમ, ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક કે જેની વિતેલા દિવસના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ની એક મસ્જિદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યા અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની ઓળખ હજુ સુધી થઈ નથી. સરહદ પારથી કાર્યરત આતંકવાદી જૂથના ચોથા કમાન્ડરની આ હત્યા છે.
રિયાઝ અહેમદ મૂળ જમ્મુ ક્ષેત્રના પૂંચના સુરનકોટનો રહેવાસી હતો. 1999માં તે સરહદ પારથી ઘૂસણખોરી કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગયો હતો. ત્યાંથી તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં વ્યસ્ત હતો. તે લશ્કરના ટોચના કમાન્ડરોમાંનો એક હતો.
વિતેલા દિવસને શુક્રવારના રોજ , રાવલકોટ સ્થિત અલ-કુદુસ મસ્જિદમાં સવારની નમાજ દરમિયાન, અજાણ્યા બંદૂકધારીઓ મસ્જિદમાં ઘૂસ્યા અને તેના પર પોઇન્ટ બ્લેક રેન્જ એટલે કે 12 ઇંચથી ઓછી ગોળીબાર કર્યો. તેને પાછળથી ગોળી વાગી હતી. ગોળી વાગતાની સાથે જ તે જમીન પર ઘૂંટણિયે પડી ગયો અને મૃત્યુ પામ્યો. તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.
આ સહીતની જાણકારી પ્રમાણે રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં આતંકવાદી હુમલા અને અંધાધૂંધ ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા. આતંકવાદીઓ વિસ્ફોટક સાઘનો પણ પાછળ છોડી ગયા હતા જે બીજા દિવસે સવારે વિસ્ફોટ થયો હતો.
મૂળ જમ્મુ ક્ષેત્રના અહેમદ 1999માં સરહદ પારથી ઘૂસણખોરી કરી હતી. પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓમાં આતંકવાદના પુનરુત્થાન પાછળ તેને મેઈન માનવામાં આવે છે. પીઓકેના અહેવાલોને ટાંકીને, તેમણે જણાવ્યું હતું કે રાવલકોટ વિસ્તારમાં અલ-કુદુસ મસ્જિદની અંદર સવારની નમાજ દરમિયાન અજાણ્યા બંદૂકધારીઓએ અહેમદની ગોળી મારીને હત્યા કરી હતી.